નર્મદા બ્રેકીંગ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની 5.24 કરોડ ની ઉચાપત ના આરોપી ના જામીન સેસન્સ કોર્ટે રદ કર્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ટિકિટ ના નાણાં ની ઉચાપત થઈ હતી જે બાબતે એચ ડી એફ સી બ્રાન્ચ મનેજરે નોંધાવી હતી
કલેક્શન એજન્સી રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વર્ષ 2018 થી 2020 સુધી ના નાણા જમા જ નથી કરાવ્યા
સરકાર તરફથી જીતેન્દ્રસિંહ ગોહિલે દલીલો રજુ કરી ને જામીન રદ કરાવ્યા
રાજપીપળા તા 18
સ્ટેચ્યુ ઓફ યુનિટી ની 5.24 કરોડ ની ઉચાપત ના આરોપી ના જામીન સેસન્સ કોર્ટે રદ કરતા ચકચાર મચી જવા પામી છે
સ્ટેગ્યુ ઓફ યુનીટીની ટીકીટના નાણાંની રકમ
રૂા.૫,૨૪,૭૭,૩૭૫/-ની ઉચાપત કરનાર આરોપી ભાવેશભાઈ સી.પરમારના જામીન રદ કરતો સેસન્સ જડજ એન.પી.ચોદ્યરીએ આજરોજ હુકમકર્યો છે
બનાવની વિગત મુજબ ફરીયાદી બ્રાન્ચ મેનેજર દિવયેશ મહેતા, એચ.ડી.એફ.સીની ફરીયાદ મુજબ સ્ટેચ્યું
ખાતે ના ખાતા માટે ડીપોઝીટ સેવાની જરૂરીયાત માટે બેક કલેકશન એજન્ટ તરીકે રાઇટર બિઝનેશ
સર્વિસીસ પ્રાઇવેટ લીમીટેડ ની નિમણૂક કરેલ. જે સેવાને ડોર સ્ટેપ બેંકીગ સર્વિસ ના નામે ઓળખવામાં આવેછે. નવેમ્બર ૨૦૧૮ થી માર્ચ ૨૦૨૦ સુધી સમયગાળામાં કલેકશન એજન્સીના કર્મચારીઓએ
(આરોપીઓ) ગ્રાહક પાસેથી કુલ ૫,૨૪,૭૭,૩૭૫/-નાણાંની રકમ એકઠી કરી ગ્રાહકના બેંકના ખાતામાં
જમા નહી કરી નાણાંની ઉચાપત કરી બેંક વિરુદ્ધ કાવતરૂ રચી વિશ્વાસઘાત, છેતરપીડી કરીહતી. જેની બેંકને
નુકશાન કર્યા વિગતની ફરીયાદ આપતછેતરપિંડી ની ફરીયાદ દાખલ કરેલહતી. જેમાં ચાર આરોપીઓને અટક કરેલ. જેમાં આરોપી ભાવેશભાઇ
ચંદ્રકાંતભાઇ પરમાર, (રહે. વડોદરા.)ને તા.૫/૧૨/૨૦૨૦ના રોજ અટક કરેલ.
જેઓએ ન સેસન્સ જજ એન.પી.ચૌધરીની કોર્ટમા જામીન અરજ
ગુજારતા સરકારેપક્ષે ડી.જી.પી. જીતેન્દ્રસિંહ જે ગોહીલની ઘારદાર રજૂઆત અને દલીલોને દયાને લેતા કોર્ટે
નોંઘેલ અને વધુમાં જણાવેલ કે હાલમાં આ સ્ટેચયુ ઓફ યુનીટીનો પ્રોજેકટ વિશ્વની આઠમી અજાયબી
છે. અને સદર પ્રોજેકટના નાણાં એ પબ્લીક મની કહી શકાય અને તેની ઉચાપત એ ગંભીર પ્રકારનો
ગુનો છે. અને હાલના આરોપીઓએ અન્ય લોકોના મેળાપીપણાં પાંચ કરોડ કરતા વધારે રકમનું
કોભાંડ આચરેલ છે. અને આવી ભવિખાં પણ છેતરપીંડી વિશ્વના લોકોને ન થાય તે ઘયાનમાં રાખવું
જોઇએ અને તેઓનું આ કૃત્ય જોતા જામીન ઉપર છોડવામાં આવે તો તેઓ ગુનાનું પુનરાવર્તન કરે
તેવો સંભવ છે. આ અરજદારી આરોપીને જામીન ઉપર મુકત કરવામાં આવે તો આવા બનાવો
બનતા રહેતા હોય છે. અને જો જામીન ઉપર મુકત કરવામાં આવે તો આવા કૃત્ય કરવાવાળાઓને
પ્રોત્સાહન મળે તેમ હોય. તેવા સંજોગોમાં હાલના અરજદારી આરોપીની જામીન અરજી રદ કરવા
દલીલ કરેલ છે.
આમ ઉપરોકત દલીલ યાને લેતા તેઓની જામીન અરજ મુજબની અરજી નામંજૂરકરી હતી.
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા