દીકરાએ જમીન કબજે કરવાનાં ઇરાદાપૂર્વક ગાયો-ભેંસોને બાંઘી માતા ને માનસિક ત્રાસ આપી માર મારવાની ફરિયાદ કરી

રસેલા ગામનાં 70 વરસના વૃદ્ધ વિધવા મહિલા સાથે કલિયુગના શ્રવણનું પરાક્રમ

દીકરાએ જમીન કબજે કરવાનાં ઇરાદાપૂર્વક ગાયો-ભેંસોને બાંઘી માતા ને માનસિક ત્રાસ આપી માર મારવાની ફરિયાદ કરી

વૃદ્ધ વિધવા મહિલાને ન્યાય અપાવતી નિર્ભયા સ્કવોર્ડ

આરોપી સામે ગુનો દાખલ કરી મહિલાને જમીન પાછી અપાવી

રાજપીપલા, તા 9

રસેલા ગામનાં 70 વરસના વૃદ્ધ વિધવા મહિલા સાથે કલિયુગના શ્રવણે પોતાની સગીમાને
દીકરાએ જમીન કબજે કરવાનાં ઇરાદાપૂર્વક ગાયો-ભેંસોને બાંઘી માતાને માનસિક ત્રાસ આપી માર મારવાની ફરિયાદ કરતા નિર્ભયા સ્કવોર્ડ ત્યાં પહોંચી જઈ જમીનનો કબજો માતાને અપાવી ન્યાય અપાવ્યો હતો.

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરીની સુચના પ્રમાણે જિલ્લામાં કાર્યરત નિર્ભયા ટિમનાં ઇન્ચાર્જ પી.એસ. આઈ કે.કે.પાઠકના નેતૃત્વમાં રસેલા ગામનાં 70 વરસના વૃદ્ધ વિધવા મહિલા પ્રતાપબેન ચંદ્રસિંહ બોડાણા રાજપીપળા નિર્ભયા ટીમ પ્રભાબેન ગોહિલ અને રેખાબેન ચૌધરીને એક અરજીદ્વારા ફરિયાદ આપેલ કે મારો નાનો દિકરો મનહરભાઈ ચંન્દ્રસિંહ બોડાણા મારા ઘરના ફળિયામા જમીન કબજે કરવાનાં ઇરાદાપૂર્વક ગાયો-ભેંસોને બાંધેલ. તેમજ અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપેલ તથા માર મારતો હતો.જે બાબતે નિર્ભયા ટીમે તપાસ કરતાં અરજી સાચી જણાતા ઘટના સ્થળે પહોંચતા તેમનાં ઘરની જગ્યા પરત અપાવેલ છે. તથા આરોપી મનહરભાઇ બોડાણા વિરૂદ્ધ ગૂનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાને જમીનનો કબ્જો આપવી ન્યાય અપાવ્યો હતો.

આ અંગે પીએસઆઇ કે કે પાઠકે જણાવ્યુંહતું કે હાલ લોકડાઉનમાં ઘરેલું હિંસા, માનસિક ત્રાસ તથા અન્ય હેરાનગતિના કિસ્સા વધી જતાં આવાં સમયે નિર્ભયા ટીમની કામગીરી આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. પ્રોજેક્ટ નિર્ભયા મંગલમ યોજના હેઠળ તમામ થાણા વિસ્તારમાં રહેતી એકલી મહિલાઓને તેમજ વરિષ્ઠ નાગરિકોનાં ઘરેઘરે જઈને નિર્ભયા સ્કોડની બહેનો સિનિયર સિટીઝનને મળતા લાભો જેવા કે વૃદ્ધા પેંશન, વિધવા પેંશન સ્કિમ વિશે સમજાવે છે. અને જો કોઈ પણ સિનિયર સિટીઝન આવા લાભથી વંચિત હોઈ તો તેવા સિનિયર સિટીઝનને લાભ અપાવવાં માટે નિર્ભયા ટીમ સતત કાર્યરત છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા