રાજયવ્યાપી વેકસિનેશન મેગા ડ્રાઈવમાં રાત્રીના 10.00 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા
રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે આજે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ છે. રાજય વ્યાપી આ રસીકરણ નો શુભારંભ મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતેથી અને આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશ ભાઈ પટેલે સિક્કા જામનગર ખાતેથી કરાવ્યો હતો. રાજ્ય સરકારની આ ઝુંબેશને નાગરિકોના અદમ્ય ઉત્સાહથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે.
રાજયવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં આજે 10.00 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા છે.