રાજપીપલા સહીત નર્મદામા ગણેશ મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ
કોરોનાને લીધે બે વર્ષ વર્ષપછીગણેશ ઉત્સવ ઉજવવાની પરવાનગી મળતાં ગણેશ ભક્તો મા ભારે આંનદ ઉત્સાહ
ભક્તોએ ઘરોમાં માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું કર્યું સ્થાપન
રાજપીપલા સહીત નર્મદામા 1000થી વધુ ગણેશ મૂર્તિઓ નું સ્થાપન
કોરોના ના ગાઈડ લાઈન સાથે ગણેશ ઉત્સવ ઉજવતા ભક્તો
ચાર ફૂટની ગણેશ પ્રતિમાના સ્થાપનની મંજૂરી થી ગણેશ ભક્તોમાં ખુશી.
રાજપીપલા, તા.11
રાજપીપલા સહીત નર્મદામા આજથી ગણેશ મહોત્સવનો રંગે ચંગે પ્રારંભથયો છે.
કોરોનાને લીધે બે વર્ષ વર્ષપછીગણેશ ઉત્સવ ઉજવવાની પરવાનગી મળતાં ગણેશ ભક્તોમા ભારે આંનદ ઉત્સાહઆજે જોવા મળ્યો છે.
આજે ભક્તોએ ઘરોમાં માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપનકરી કોરોના ગાઈડ લાઈનનું પાલન કર્યું હતું.
રાજપીપલા સહીત નર્મદામાઆજે 1000થી વધુ ગણેશ મૂર્તિઓ નું સ્થાપનથયું હતું, આજે રાજપીપલા ના મૂર્તિ બજારમાં વાજતે ગાજતે ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે ટેમ્પા ટ્રેક્ટર વાહનોમાં મૂર્તિ લઈ જઈ ગણેશ મંડપોમા ગણેશજીની
કોરોના ના ગાઈડ લાઈન સાથે સ્થાપના કરી હતી
ચાર ફૂટની ગણેશ પ્રતિમાના સ્થાપનની મંજૂરી થી ગણેશ ભક્તોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. રાજપીપલા તેમજ આજુબાજુ ના વિસ્તાર માં ગણેશ યુવક મંડળ મા અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો .કોરોના મહામારીમાં ના પગલે ગત વર્ષે સાર્વજનીક ગણેશ ઉત્સવ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.ચાલુ વર્ષે કોરોના કેસ મા ઘટાડો થતા સરકાર દ્રારા ગણેશ ઉત્સવને સરકારની ગાઈડલાઈન સાથે સાર્વજનીક ગણેશ ઉત્સવમાં પંડાલો માં ૪ ફુટ ની પ્રતીમાઓની સ્થાપનાની પરવાનગી આપવામાં આવી છે. આજે ભાદરવા સુદ ચોથ ના દિવસ થી શ્રીજી મહોત્સવની શરૂઆત થઈ રહી છે ત્યારે વિવિધ વિસ્તારોના યુવક મંડળો દ્રારા
તૌયારી શરૂ કરવામા આવી હતી .શહેર સાથે ગ્રામ્ય વિસ્તાર મા પણ ગણેશ ઉત્સવને ઉજવણીનો ભારે ઉત્સાસ જોવા મળ્યો હતો છે.શ્રીજીના આગમન થતાં પંડાલોમાતથા ઘરોમાં ડેકોરેશન કરવામાં અંતીમ ઓપ આપી ગણેશ નું સ્થાપન વિધિવતકર્યું હતું.
તંત્ર દ્રારા કોરીડ ગાઈડલાઈન મુજબ ઉજવણી થાય તેની જાહેરાત કર્યા પછી માસ્ક સોસીયલ ડિસ્ટન્સ અને ઓછી ભીડ સાથેરાજપીપલા સહિત નર્મદામા આજથી રંગે ચંગે ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હતો.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા