અમદાવાદ : GTU ની ઓફલાઈન પરીક્ષા સતત ત્રીજી* *વખત મોકૂફ રહી , 17 ઓગસ્ટે યોજાનારી પરીક્ષા હવે* *સપ્ટેમ્બરમાં લેવાશે

અમદાવાદ : GTU ની ઓફલાઈન પરીક્ષા સતત ત્રીજી
*વખત મોકૂફ રહી 17 ઓગસ્ટે યોજાનારી પરીક્ષા હવે
*સપ્ટેમ્બરમાં લેવાશે

અગાઉ પહેલીવાર 25 જૂન , બીજી વખત 2 જુલાઈએ પરીક્ષા યોજાવાની હતી જીટીયુના 24 હજારથી વધુ વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષાને સરકારની ગાઈડ લાઈનનું ફરી એક વાર ગ્રહણ લાગ્યું છે . કોરોનાની સ્થિતિમાં રાજ્ય સરકારને કેન્દ્રની ગાઈડ લાઈન મુજબ પરીક્ષા કેન્દ્રોમાં ઓફલાઈન પરીક્ષાનું આયોજન શક્ય ન હોવાથી 17 ઓગસ્ટે યોજાનારી પરીક્ષા સતત ત્રીજી વખત મોકૂફ રાખવી પડી છે . પહેલીવાર ઓફલાઈન પરીક્ષા માટે 25 જૂનની તારીખ જાહેર કરાઈ હતી . જે બદલીને 2 જુલાઈ જાહેર કરી હતી . હવે ઓફલાઈન પરીક્ષા જીટીયુની વધારાની પરીક્ષાની સાથે સપ્ટેમ્બરમાં યોજાશે