એલિમ્કો-કાનપુર અને સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે રાજપીપલા છોટુભાઈ પુરાણી હાઈસ્કુલના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટરમનોજ કોઠારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએસ.વી.રાઠોડ સહિત લાભાર્થીઓની વિશાળ ઉપસ્થિતિમાં સાધન સહાય વિતરણ કાર્યક્રમને દિપપ્રાગ્ટય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે મનોજ કોઠારી અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત 252 જેટલા લાભાર્થીઓને રૂા.2252030/- લાખની કિંમતની 765 જેટલી જુદી જુદી સાધન સહાયના લાભો એનાયત કરાયા હતા.
જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્ય સરકારની નિરાધાર વ્રુધ્ધ સહાય યોજના, વિધવા પેન્શન યોજના જેવી અનેકવિધ યોજનાઓની પ્રાથમિક જાણકારી પુરી પાડી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જે સિનીયર સિટીઝન અને બીપીએલમાં હોય તેવા લાભાર્થીઓને વૃધ્ધાવસ્થાને કારણે કોઇ મુશ્કેલી ન પડે તેવા હેતુસર વ્હીલચેર, ચશ્મા, લાકડી, દાંતના ચોકઠા જેવા અનેક સાધનો સરકારશ્રીની યોજના દ્વારા પુરા પાડવામાં આવ્યા છે.
પ્રારંભમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.