જયપુર માં નેશનલ કરાટે ચેમ્પયનશિપમાં આરવ રાજપૂત ગુજરાત ને રીપ્રેસંત કરશે.

આરવ રાજપૂત કે જેઓ છેલ્લા ૧૫ વર્ષથી કરાટે કરતાં બ્લેક બેલ્ટ ની ડીગ્રી હાંસલ કરી છે. તેમણે તેમની પહેલી ડીગ્રી જાપાનથી કરેલી છે. તેઓ નેશનલ અને વર્લ્ડ ચેમ્પયનશિપ રમી ચૂક્યા છે. જેમાં તેમણે નેશનલ માં ગોલ્ડ અને વર્લ્ડ ચેમ્પયનશિપમાં ૧૦ દેશોને હરાવીને ઈન્ડિયાને ગોલ્ડ અપાવેલ છે. આગામી સપ્ટેમ્બર માં તારીખ ૧૫ થી ૨૦ ના રોજ જયપુર માં નેશનલ કરાટે ચેમ્પયનશિપ થવા જઈ રહી છે જેમાં તેઓ સિલેક્ટ થયા છે અને ગુજરાત ને રિપ્રેસંત કરશે. તેઓનું સપનું છે કે તેઓ ઓલિમ્પિક માં જઈને ઇન્ડિયા માટે મેડલ લાવશે.