સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઓનલાઈન
ટિકિટિંગનું સર્વર ટેકનિકલ ખામીને કારણે ખોરવાયુ

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઓનલાઈન
ટિકિટિંગનું સર્વર ટેકનિકલ ખામીને કારણે ખોરવાયુ

તંત્ર દ્વારા શ્રેષ્ઠ ભારત ભવન અને સ્વાગત કચેરી ખાતે ઓફલાઇન ટિકિટ વેચાણના કાઉન્ટર તાત્કાલિક ધોરણે શરૂ કરાયુ

ટેકનિકલ ખામીન દૂર કરાતા આવતા ઓનલાઈન બુકિંગ ફરીથી શરૂ કરાતા રાહત
રાજપીપલા, તા 4

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઓનલાઈન
ટિકિટિંગનું સર્વરઆજે ટેકનિકલ ખામીને કારણેઅચાનક ખોરવાઈ જતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે તંત્ર દ્વારા શ્રેષ્ઠ ભારત ભવન અને સ્વાગત કચેરી ખાતે ઓફલાઇન ટિકિટ વેચાણના કાઉન્ટર તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવાયું હતું.
અને ટેકનિકલ ખામીન દૂર કરાતા ઓનલાઈન બુકિંગ ફરીથી શરૂ કરાતા પ્રવાસીઓ રાહત અનુભવી હતી.

સ્ટેચ્યુ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ માત્ર ઓનલાઈન પદ્ધતિથી બુકિંગ થઈ શકે છે.આજરોજ વહેલી સવારે અચાનક ટિકિટિંગનું સર્વર ટેકનિકલ ખામીને કારણે ખોરવાતા તંત્ર દ્વારા શ્રેષ્ઠ ભારત ભવન અને સ્વાગત કચેરી ખાતે ઓફલાઇન ટિકિટ વેચાણના કાઉન્ટર તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવેલ હતા.જેનો આગંતુક પ્રવાસીઓએ લાભ લીધો હતો . ત્યારબાદ ટૂંક જ સમયમાં ટેકનિકલ ખામીને યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવતા ઓનલાઈન બુકિંગ ફરીથી શરૂ થઈ જતા પ્રવાસીઓને રાહત થઈ હતી..

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા