ટ્રેક્ટરની બેટરી ચોરી ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ

તિલકવાડા તાલુકાના અલવાગામે થયેલ ટ્રેક્ટરની બેટરી ચોરી ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ

બેટરી મુદ્દમાલ સાથે પાંચ આરોપીઓ ઝડપાયા.

રાજપીપલા, તા 4

તિલકવાડા તાલુકાના અલવાગામે થયેલ ટ્રેક્ટરની બેટરી ચોરીએલ.સી.બી. નર્મદા પોલીસે ડીટેક્ટ કરી છે.બેટરી મુદ્દમાલ સાથે પાંચ આરોપીઓ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી તથા
એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા જીલ્લામાં બનતા
મિલ્કત સબબ ગુનાઓને ડીટેક્ટ કરવાના પ્રયત્નોના ભાગરૂપે
તિલકવાડા પો.સ્ટે. વિસ્તારના ગામડાઓમાં ટ્રેક્ટરની બેટરીઓ
ચોરીના બનાવો બનતા સંઘન ઇન્વેસ્ટિગેશન કરતા
એલ.સી.બી
સ્ટાફના પોલીસ માણસો દ્વારા તિલકવાડા પો.સ્ટે. વિસ્તારમાં
મિલ્કત સબબ પેટ્રોલીંગ કરતા બાતમી મળેલ કે તિલકવાડા પો.સ્ટે. વિસ્તારના પુંછપુરા ગામમાં
રહેતા ભાવેશભાઇ સુકાભાઇ બારીયા, ભુપિનભાઇ પ્રવિણભાઇ બારીયા, અજયભાઇ રમેશભાઇ તડવી અને
નિતેશભાઇ અરવિંદભાઇ બારીયાએ આ ટ્રેક્ટરની બેટરી ચોરીમાં સંડોવાયેલ હોવાને હકીકત મળતા
એલ.સી.બી. સ્ટાફના બીજા પોલીસ કર્મચારીઓ સાથે પુછપુરા ગામે જઇ તપાસ કરતા આરોપીઓને
ઝડપી યુક્તિ-પ્રયુક્તિથી ઘનિષ્ઠ પુછપરછ કરતા તેઓએ આ ટ્રેક્ટરની બેટરીઓ ચોરી કરેલાની અને આ
ટ્રેક્ટરની બેટરીઓ નસવાડી ખાતે રહેતા મહેશભાઇ વાલજીભાઇ સલાટનાને વેચાણથી આપેલ હોવાની
કબુલાત કરેલ. જેથી નસવાડી ખાતે રહેતા મહેશભાઇ સલાટ પાસેથી ટ્રેક્ટરની બેટરીઓનો મુદ્દામાલ
રીકવર કરી તિલકવડા પોલીસે
બે અનડીટેક્ટ ચોરીના ગુના ડીટેક્ટ કરી
તમામ આરોપીઓને તિલકવાડા પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા