છેલ્લા ત્રણ વર્ષથી વાહન ચોરીના ગુનાના કામનો નાસતો ફરતા આરોપીને
આમલેથા ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.
રાજપીપલા, તા20
એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસ
મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા હિમકર
સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાની
માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ
પરિણામલક્ષી કામગીરી કરવા સુચનાઅનુસંધાને એ.એમ.પટેલ, પોલીસ
ઇન્સ્પેક્ટર એલ.સી.બીએ
જીલ્લાનાગુનાના કામે નાસતા ફરતા આરોપીઓની કેસ
ડાયરીઓનો અભ્યાસ કરી ટેક્નીકલ સર્વેલન્સ
તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી
ડેડીયાપાડા પો.સ્ટેમા ગુનાના
કામનો નાસતો-ફરતો આરોપી મહેશભાઇ પારસીંગ કિરાળ (રહે. ગોલંબા તા.કઠીવાડા,
જી.અલીરાજપુરનાનો છોટાઉદેપુર )થી સેલવાસ જતી બસમાં બેસેલ હોવાની બાતમીઆઘારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે સદર નાસતા ફરતા આરોપીની
તપાસમાં દરમ્યાન છોટાઉદેપુર થી સેલવાસ જતી બસને રોકી તપાસ કરતા આરોપી
મહેશભાઇ પારસીંગ કિરાળ (રહે. ગોલંબા તા.કઠીવાડા, જી.અલીરાજપુર) મળી આવતા તેને
ડેડીયાપાડા પો.સ્ટે.ના ગુનાના કામે ઝડપી ડેડીયાપાડા પો.સ્ટે.ને સોંપી કાયદેસરની
કાર્યવાહી કરવામાં આવીછે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા