રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ના કેસોમાં નોધપાત્ર ઘટાડો નોધાયો છે.

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ના કેસોમાં નોધપાત્ર ઘટાડો નોધાયો છે. આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં દર્દીઓમાં ધટાડો થતા મેડિકલ ઓક્સિજનનો વપરાશ ઘટી રહ્યો છે. તેવી જ રીતે વેન્ટિલેટર બેડની અને ઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓ પણ ઘટી રહ્યા છે. જેને લઈને ઓક્સિજન રિફિલિગ કરનારાઓ અને ઓક્સિજન સપ્લાયર્સના બિઝનેસ પર બ્રેક વાગી છે. બીજી તરફ કોરોનાની બીજી લહેરમાં કેસ વધતા ઇન્ડસ્ટ્રીઝમાં વપરાશ થતા ઓક્સિજન ના જથ્થાને પણ મેડિકલ ઉપયોગ માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જેના કારણે ઓક્સિજન નહિ મળવાને કારણે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં કામકાજ ઠપ્પ થઈ ગયું છે. હાલ જ્યારે કોરોનાના કેસમાં ઘટાડો થયો હોય ફરી એક વાર ઇન્ડસ્ટ્રીઝ ને ઓક્સિજન આપવા માંગ ઉઠી છે. જે મેડીકલમ જથ્થો ડાયવર્ટ કરવામાં આવ્યો હતો તે જથ્થો ફરી ઇન્ડસ્ટ્રીઝને આપવા માંગ ઉઠી છે. જો ઇન્ડસ્ટ્રીને ઓક્સિજન સિલિન્ડર નહી મળે તો અનેક ઔધ્યોગીક એકમોને તાળા મારવા પડે તેવી સ્થિતી છે ઓક્સિજન સપ્લાયર્સનું કહેવું છે કે કોરોનાની બીજી લહેરમાં મેડિકલ ઓક્સિજન પૂરો પડ્યો પરંતુ હવે હોસ્પિટલમાં માંગ ઘટી છે ત્યારે ઓક્સિજન બનાવવા માટે વપરાતું લીકવિડ ઓક્સિજન ઉડી રહ્યું છે. જેથી ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે હાલમાં ઓક્સિજન સપ્લાય શરૂ કરવાની પરવાનગી સરકારે આપવી જોઈએ. અલગ અલગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓએ બેનર સાથે ઓક્સિજન મેળવવા માંગ કરી છે