બિગ બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :
ટ્રાવેલ માર્ક” સુરત દ્વારા ટિકિટની કિંમતમાં છેડ છાડ કરેલ કુલ – 12 ટિકિટ ઝડપાઈ
કુલ – 360₹ પ્રવાસી પાસેથી વધુ પડાવી sou ની ટિકિટમાં છેડછાડ કરીને તેના ઉપયોગ કર્યા બદલ ગુનો દાખલ કરાયો
રાજપીપલા, તા.3
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ કોરોનાના કેસો ઘટતા ફરીથી પ્રવાસીઓ ઉમટી રહયા છે ત્યારે હાલ ઓનલાઇન ટિકિટ પ્રવાસીઓ બુક કરી રહ્યા છે. ત્યારે કેટલાક ટ્રાવેલીગ એજન્ટો વધુ નાણાં કમાવવાની લ્હાયમાં ઓનલાઇન ટીકીટમાં પણ કોમ્યુટરથી છેડછાડ કરી મૂળ ટિકિટની કિંમત કરતા વધુ નાણાંની રકમ લખી પ્રવાસીઓ પાસેથી વધુ નાણાં લઈ પ્રવાસીઓ સાથે રીતસરની છેતરપિંડી કરવાનુંબીજું કૌભાંડ પ્રકાશમા આવ્યું છે.આ આગાઉ સુરત ખાતેની માય વેલ્યુ ટીપ ટ્રાવેલ્સ એજન્સીએઓનલાઇન 23ટિકિટ ની રકમમા છેડછાડ કરી 1000રૂપિયા વધુ પડાવ્યા હતા જોકે સ્ટેચ્યુ સત્તા વાળાઓએ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાયાની ફરિયાદ ની શાહી હજી સુકાઈ નથી ત્યાંજ વધુ એક ટિકિટ કૌભાંડ ઝડપાયું છે જેમાં
આરોપી – “ટ્રાવેલ માર્ક” સુરત દ્વારા કુલ – 12 ઓનલાઇન ટિકિટમા છેડછાડ કરાઈ છે જેમાં7 વયસ્ક,5 બાળકનો સમાવેશ થાય છે. જેમાં
7 એડલ્ટ ની ટિકિટનો મૂળ ભાવ – 380₹ ના બદલે 410₹ ગણેલઅને 5 ચાઇલ્ડની ટિકિટનો મૂળ ભાવ – 230₹ ના બદલે 260₹ ગણેલ.આમ કુલ – 360₹ પ્રવાસી પાસેથી વધુ પડાવી sou ની ટિકિટમાં છેડછાડ કરીને તેના દૂર ઉપયોગ કર્યા બદલ કેવડીયા પોલીસ મથક મા ગુનો દાખલ કરી ટ્રાવેલ એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટેચ્યુ સત્તાવાળા ના જણાવ્યા અનુસાર આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સિક્યોરિટી દ્વારા ઓનલાઇન ટિકિટ ચેક કરતા એમા છેડછાડ કરી હોવાનું બહાર આવતા સ્ટેચ્યુ સત્તાવાળા ચોકી ઉઠ્યા હતા.
જેમાં પ્રાથમિક મળેલ માહિતી મુજબ પ્રવાસી પાસેથી ટ્રાવેલ એજન્ટે વધુ પૈસા પડાવવા માટે મૂળ ટિકિટની પ્રિન્ટમાં છેડછાડ કરેલ હોવાનું ધ્યાને આવેલ છે.
જેથી એજન્ટ સામે ભોગ બનનાર પ્રવાસીએ ફરિયાદ કરતા ફરિયાદ કેવડિયા પોલીસ સ્ટેશન ખાતે souadtgaનાં કોન્સ્ટેબલ શાંતિલાલ તડવીએ ફરિયાદ ipc – 420,465,468,471 આઈ.ટી. એકટની કલમ – 66(ડી) હેઠળ ફરિયાદ નોંધાવીછે. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે સ્ટેચ્યુ ના પીઆરઓ રાહુલ પટેલે જણાવ્યું હતું કે
અહીં સ્ટેચ્યુ પર લાખો પ્રવાસીઓ આવતા હોઈ આવા લેભાગુ એજન્ટો હાલ ચોમાસાના દેડકાની જેમ ફૂટી નીકળ્યા છે.ત્યારે સ્ટેચ્યુ સત્તાવાળા ને ધ્યાને આવતા પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળના અધિક કલેકટર હિમાંશુ પરીખ એ જણાવ્યું હતું કે અત્રે આવનાર તમામ પ્રવાસીઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે, જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસિય પ્રોજકટના પ્રવાસનું આયોજન કરો ત્યારે અમારી વેબસાઈટ www.soutickets.in પરથી જ ટીકિટ બૂક કરાવવાનો આગ્રહ રાખે, અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન statue of unity ticket official પરથી પણ ટીકિટ બૂક કરાવી શકાશે. વધુ માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર – 1800 233 6600 પર ફોન કરી શકો છો( મંગળવાર થી રવિવાર,સવારે 8.00 થી સાંજે 6.00 સુધી )
ઉલ્લેખનીય છે કે,પ્રવેશ સ્થળે અત્યાધુનિક મશિનરી દ્વારા ટીકિટ પર છપાયેલ બારકોડ સ્કેન થાય છે અને અત્રે ખાસ તાલીમ પ્રાપ્ત કર્મચારીઓ રાઉન્ડ ધી કલોક પ્રત્યેક ટીકિટ સ્કેન કરતા હોય છે એટલે છેડછાડ કરેલ ટીકિટ અથવા તો ડુપ્લીકેટ ટીકિટ તુર્તજ પ્રકાશમાં આવી જાય છે.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા