આઝાદીના ૭૫ મા વર્ષની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતના જાણીતા મ્યુઝીક કંપોઝર, મ્યુઝીક ડાયરેક્ટર અને ગાયકરાજપીપલા ના શિવરામ પરમારની સંગીત ક્ષેત્રે વધુ એક સિદ્ધિ.
ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાખા ના
માનસ પુત્રી પદ્મશ્રી ડો. સોમા ઘોષ સાથે મળીને અમૃત મહોત્સવ ને લઇને એક સુંદર ગીતની રચનામા શિવરામ પરમારે જકંઠ આપ્યો.
આ ગીત સાબરમતી આશ્રમ પર આખું વર્ષ વગાડવામાં આવશે.
રાજપીપલા, તા 14
આઝાદીના ૭૫ મા વર્ષની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતના જાણીતા મ્યુઝીક કંપોઝર, મ્યુઝીક ડાયરેક્ટર અને ગાયકરાજપીપલા ના શિવરામ પરમારની સંગીત ક્ષેત્રે વધુ એક સિદ્ધિ મેળવી છે.જેમાં ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાખા ના
માનસ પુત્રી પદ્મશ્રી ડો. સોમા ઘોષ સાથે મળીને અમૃત મહોત્સવ ને લઇને એક સુંદર ગીતની રચનામા રાજપીપલા ના શિવરામ પરમારે જકંઠ આપ્યોછે
૧૫/૦૮/૨૦૨૧ થી તા. ૧૫/૦૯/૨૦૨૧ સુધી આખો ભારત દેશ જયારે આઝાદીના ૭૫ મા વર્ષ તરીકે
ઉજવવા જઇ રહયુ છે, ત્યારે ગુજરાતના જાણીતા મ્યુઝીક કંપોઝર, મ્યુઝીક ડાયરેક્ટર અને ગાયક, જેઓએ
રાજપીપલા જેવા નાનકડા ગામમાંથી મુંબઈ જઈને પોતાની એક આગવી ઓળખ ઉભી કરીને રાજપીપલા
તથા ગુજરાતનું નામ રોશન કર્યુ છે એવા શિવરામ પરમાર તથા ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાખા ના
માનસ પુત્રી પદ્મશ્રી ડો. સોમા ઘોષ સાથે મળીને અમૃત મહોત્સવ ને લઇને એક સુંદર ગીતની રચના
કરવામાં આવી છે. જેના કંઠ પણ શ્રી શિવરામ પરમારે જ આપ્યો છે. આ ગીતમાં આઝાદીથી લઈને આજના
આત્મ નિર્ભર ભારતની વાતને કંડારવામાં આવી છે.
આ ગીત સાબરમતી આશ્રમ પર આખું વર્ષ વગાડવામાં આવશે. આ ગીતમાં રાષ્ટ્રપિતા મહાત્મા
ગાંધીજીના પ્રિય ભજન “વૈષ્ણવજન તો તેને રે કહીએ જે” ની અમુક પંકિતઓ અલગ રીતે કંપોઝ કરવામાં
આવી છે. જે આ ગીતને લોકપ્રિય બનાવશે. એમ શિવરામ પરમારે જણાવ્યું હતું.
શિવરામ પરમારે આવા અનેક કામ સાથે ભારત દેશને “સ્ટેગ્યુ ઓફ યુનિટી” નું ગીત તથા
મતદાન માટે લોકોને જાગૃત કરવાના અનેક ગીતો બનાવ્યા છે.
આ ગીતના શબ્દો બનારસના જાણીતા કવિ સંજયભાઇ મિશ્રા એ લખેલ છે
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા