રોકડ તથા મુદ્દામાલ સાથે કિ.રૂ.૨,૫૨,૦૨૦/-કૂલ 12 જુગારીયાઓ ઝડપાયા



તિલકવાડા તાલુકાના મારૂડીયા ગામની સીમના કોતરમાંજુગાર ની રેડ

રોકડ તથા મુદ્દામાલ સાથે કિ.રૂ.૨,૫૨,૦૨૦/-કૂલ 12 જુગારીયાઓ ઝડપાયા


રાજપીપલા, તા 5

તિલકવાડા તાલુકાના મારૂડીયા ગામની સીમના કોતરમાંજુગાર ની રેડ કરી રોકડ રકમ તથા મુદ્દામાલ સાથે કિ.રૂ.૨,૫૨,૦૨૦/-કૂલ 12જુગારીયાઓનેએલ.સી.બીનર્મદાપોલીસે ઝડપી પાડ્યા છે.


પો.સ્ટે. વિસ્તારના મારૂડીયા ગામની સીમના કોતરમાં પત્તાપાનાનો
જુગાર રમતા કુલ-૧૨ જુગારીયોને રોકડ તથા મુદ્દામાલ સાથે કિ.રૂ.૨,૫૨,૦૨૦/-
સાથે ઝડપી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. નર્મદા
શ્રી એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસ
મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા



શ્રી ધર્મેન્દ્ર શર્મા, ઇચા.પોલીસ અધિક્ષક,
નર્મદાએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર
પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા
જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાની કડક
સુચના અને માર્ગદર્શન અનુસંધાને શ્રી


એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.
ને બાતમી મળેલ કે તિલકવાડા
વિસ્તારના મારૂડીયા ગામની સીમમાં કેટલાંક ઇસમો જુગારના પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમી રહેલ
હોવાની ચોક્કસ બાતમીવાળી જગ્યા ઉપર એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે જુગાર અંગેની રેઇડ
કરતા કુલ-૧૨ ઇસમો નામે (૧) દીવાન બિસ્મિલ્લાહ શાહ બચુશાહ રહે. સાઠોદ નવી નગરી તા.ડભોઇ,
મન્સુરી ઇમરાનભાઇ સલીમભાઇ રહે.સંખેડા કસબાવાડ તા.સંખેડા (૩) મહેશભાઇ ગોવિંદભાઇ રબારી
રહે.સંખેડા નવા ટાવર નજીક તા. સંખેડા (૪) નરેન્દ્રકુમાર શંકરલાલ દરજી રહે, બહાદુરપુર જુના બજાર
તા.સંખેડા (૫) હાર્દિક રમેશચંદ્ર મોચી રહે. ડભોઇ અક્ષય ઉપવન સોસાયટી તા.ડભોઇ (૬) આશિષ સુનિલભાઇ
શાહ રહે. ડભોઇ ચોક્સીવાડા તા.ડભોઇ (૭) કૃણાલકુમાર કિરીટભાઇ પટેલ રહે. તિલકવાડા કાછીયાવડા
તા. તિક્લવાડા (૮) તુષાર નરસીંહભાઇ વસાવા રહે. ડભોઇ સરીતા સોસાયટી તા.ડભોઇ (૯) ભીખાભાઇ
વીરમભાઇ પરમાર રહે. કારેલી મોટુ ફળિયુ તા.તિલકવાડા (૧૦) રક્ષિતકુમાર વીપીનભાઇ પટેલ ઉ.વ.૩૩ રહે,
ગુંદીચા તા. સંખેડા (૧૧) સંજયભાઇ ખોડાભાઇ રાવલ રહે, જલોદરા તા. તિલકવાડા (૧૨) મિતેશકુમર
જંતીભાઇ માછી રહે, તિલકવાડા માછીવાડ તા. તિલકવાડા નાને ઝડપી પાડયા હતા.પકડાયેલ આરોપી પાસેથી
જુગારના સાહિત્ય તથા દાવ ઉપરના તથા અંગઝડતીના મળી રોકડ રૂ.૭૧,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧૨
કિ.રૂ. ૫૧,૦૦૦/- તથા મોટર સાયકલ-૫ કિ.રૂ. ૧,૩૦,૦૦૦/- ના મુદ્દામાલ મળી કુલ્લે કિ.રૂ. ૨,૫૨,૦૦૦/-ના
મુદ્દામાલ સાથેઆરોપીઓને ઝડપી વિરૂધ્ધમાં તિલકવાડા પોલીસે જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસ્વીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા