*દિલ્હીમાં મતદાનના એક દિવસ પહેલાં કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ*

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મતદાનના એક દિવસ પહેલાં ચૂંટણી પંચે નોટિસ જારી કરી છે. ચૂંટણી પંચે આજે સાંજે પાંચ વાગ્યા સુધી કેજરીવાલ પાસે જવાબ માગ્યો છે ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય પ્રધાને ત્રીજી ફેબ્રુઆરીએ ટ્વીટ કરેલા વિડિયો પર આ નોટિસ જારી કરી છે. કેજરીવાલને આ નોટિસ ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવાને આધારે જારી કરવામાં આવી છે. દિલ્હીમાં આજે મતદાન થવાનું છે અને મત ગણતરી 11 ફેબ્રુઆરી થવાની છે.