જલજીવન મિશન હેઠળ અંદાજે રૂ.૩૯૫૩.૩૭ લાખના ખર્ચે ૫૫ ગામોના
૮,૭૪૩ ધરોને આવરી લેતી ગ્રામીણ પેયજળ યોજના મંજૂર

નર્મદા જિલ્લામાં જલજીવન મિશન હેઠળ અંદાજે રૂ.૩૯૫૩.૩૭ લાખના ખર્ચે ૫૫ ગામોના
૮,૭૪૩ ધરોને આવરી લેતી ગ્રામીણ પેયજળ યોજના મંજૂર : જિલ્લામાં ૧૦૦% નળ જોડાણની કામગીરી માટેની મંજૂરીઓ પૂર્ણ

જલજીવન મિશન અંતર્ગત જિલ્લાના કોઇપણ ગામનું ઘર પીવાનાં પાણી માટેના નળ જોડાણ વિનાનું ન રહે તે માટે ઘડી કઢાયેલું સુચારૂં આયોજન

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે જિલ્લા જળ અને
સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ

રાજપીપલા,તા 16

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે ગત. સોમવારે રાજપીપલા કલેક્ટરાલયના હોલ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લાના ૫૫ ગામોના કુલ ૮,૭૪૩ ઘરોને આવરી લેતી રૂ.૩૯૫૩.૩૭ લાખના ખર્ચની પીવાના પાણીની ગ્રામીણ પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીની સાથે જ જિલ્લામાં ૧૦૦% નળ જોડાણની કામગીરી કરવા માટેની મંજૂરીઓ પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે ૧૦૦% નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ધ કરવા રજુ કરાયેલ આયોજન મુજબ સમય મર્યાદામાં કામગીરી પુર્ણ થાય તે જોવાની શાહે ખાસ હિમાયત કરી હતી.

સમિતિના સભ્ય સચિવ અને વાસ્મોના કાર્યપાલક ઈજનેર વિનોદ પટેલ, ઇન્ચાર્જ જિલ્લા આયોજન અધિકાર અલ્લારખા શેખ, જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલા, ટ્રાયબલ સબ-પ્લાન, પાણી પુરવઠા, આરોગ્ય, ડીજીવીસીએલ, સિંચાઈ વગેરે વિભાગના પ્રતિનિધિઓ સહિતના સમિતિના સભ્યઓ તેમજ સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગત સોમવારે યોજાયેલી ઉક્ત બેઠકમાં જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ દ્વારા કેન્દ્ર સરકારના “જલ જીવન મીશન” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ જિલ્લાની મંજૂર થયેલી અને પ્રગતિ હેઠળની યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરાઇ હતી.

જિલ્લામાં મંજુર થયેલી ઉક્ત પીવાના પાણીની યોજનાઓમાં જિલ્લાના સાગબારા તાલુકાના સાગબારા, સેલંબા, ટાંકણી, પાટ તેમજ ગરૂડેશ્વર તાલુકાના ગઢેર,માંડણ (ગોરા), માંકણ ખાડા, પાણી સાદડીયા, સજનપરા, સમારીયા, સાંઢિયા, સોનગામ, સુરપાણ, ગોરા, ઝરવાણી, ઝેર તથા ડેડીયાપાડા તાલુકાના બોર, ખાપર, ખુડદી, નાની ભમરી, નાની સીંગલોટી, આંબાવાડી, બેબાર, ડેડીયાપાડા, ડુમખલ, કોકમ, માલ, મોરજડી, પીપલોદ, સામોટ, શીશા, ઉમરાણ, કણબીપીઠા, મોહુબડી, વાઘઉંમર, માથાસર તિલકવાડા તાલુકાના મોટી કામસોલી, રેંગણ, તિલકવાડા અને નાંદોદ તાલુકાઓના ગામકુવા, જીતનગર, કમોદીયા, કાનપોર, ખોજલવાસા, નવાગામ(રામગઢ), રામપરા(પાટણવાળુ), વાગેથા, વેરીસાલપરા, વીરસંગપુરા, પ્રતાપનગર, સેહરાવ, સીસોદ્રા, ખુમસગામ તેમજ નવાપરા (નિકોલી) ગામોનો ઉક્ત મંજુરીમાં સમાવેશ થાય છે.

તસવીર,
:જ્યોતિ જગતાપ, રાજપીપલા