ગુજરાતના નર્મદા મા 10લાખ નો પકડાયેલ મુદ્દામાલ 7268બોટલ દારૂનો નાશ કરાયો!

લ્યો કરો વાત,દારૂબંધી ના ગુજરાતના નર્મદા મા 10લાખ નો પકડાયેલ મુદ્દામાલ 7268બોટલ દારૂનો નાશ કરાયો!
ગાંધીના ગુજરાતમા દારૂ પીવાય છે વેચાય છે, પકડાય છે અને નાશ પણ કરાય છે!

રાજપીપળા,આમલેથા,તિલકવાડા પોલીસ મથક ના ગુનામાં પકડાયેલ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો

ઈંગ્લીશ દારૂ કુલ બોટલ નંગ.7268 કિંમત રરૂ.10,92,600નો નાશ કરાયો

રાજપીપલા, તા.16

લ્યો કરો વાત,દારૂબંધીના ગાંધી ના ગુજરાતના નર્મદામા રૂ.
10લાખનો પકડાયેલ મુદ્દામાલ 7268બોટલ દારૂનો નાશ કરાયોછે.ગાંધીના ગુજરાતમા દારૂ પીવાય છે વેચાય છે, પકડાય છે અને નાશ પણ કરાય છે!તેનો આ પુરાવો છે. નર્મદા જિલ્લાના રાજપીપળા,આમલેથા,તિલકવાડા પોલીસ મથકમા પ્રોહીબીશન ગુનામાં પકડાયેલ દારૂના માલને નાશ કરવાની પરવાનગી મળતાં નર્મદા ના.પો.અધિક્ષક પરમાર તથા વાણી દુધાત,ભગત તથા નશાબંધી અધિક્ષક વસાવા આ તમામની સુચનાથી રાજપીપળા,આમલેથા,તિલકવાડા પોલીસ મથક ના ગુનામાં નોંધાયેલ પકડાયેલ પ્રોહીબીશન મુદ્દામાલ ભારતીય બનાવટ ની ઈંગ્લીશ દારૂ કુલ બોટલ નંગ.7268 કિંમત રૂ.10,92,600નો નાશ કરવામાં આવ્યો હતો.પોલીસ અને અધિકારીઓની હાજરીમા બુલડોઝર ફેરવીને દારૂનો નાશ કર્યો હતો.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા