દેડીયાપાડા તાલુકાના કમોદવાવ ગામની સીમમાં મોવીથી કમોદ વાવ તરફ જતા રોડનીસાઇડમાંદારૂ ભરેલી ગાડી રોકતા પોલીસ કર્મીઓ સાથે દાદાગીરી
મારૂતી સુઝુકીગાડી ચઢાવવા જતા મારી નાંખવાની કોશીશ
આરોપીઓએ પોતાની ગાડી અથાડતા એકને ઇજા, ગાડી નુકશાન કરી
રાજપીપલા, તા 16
દેડીયાપાડા તાલુકાના કમોદવાવ ગામની સીમમાં મોવીથી કમોદ વાવ તરફ જતા રોડનીસાઇડમાંદારૂ ભરેલી ગાડી રોકતા પોલીસ કર્મીઓ સાથે દાદાગીરી કરવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.જેમાં મારૂતી સુઝુકીગાડી ચઢાવવા જતા મારી નાંખવાની કોશીશ કરી આરોપીઓએ પોતાની ગાડી અથાડતા એકને ઇજા થવા પામી હતી.ગાડીને નુકશાનની પણ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની ફરિયાદ ફરીયાદીગુલાબભાઇ જાતરભાઇ વસાવા( ઉ.વ ૪૭ આમ હેડ કોંસ્ટેબલ સાગબારા પોલીસ સ્ટેશન રહેવાસી
હાલ સાગબારા પોલીસ લાઈન, તા.સાગબારા જી.નર્મદા મુળ રહે ચીકદા તા ડેડીયાપાડા જી નર્મદા )એ આરોપીઓ
(૧) દિપકભાઇ ઉર્ફે ડીમ્પલભાઇ રમેશભાઇ પટેલ (રહે.ઉમરસાડી, માછીવાડ ,ચોટા ફળીયુ, તા. પારડી. જી.વલસાડ) (૨)
અજયભાઇ રોહીતભાઇ ધોળી,( રહે. સરઇ , બંડાલ કુળીયા, તા.ઉમરગામ , જી. વલસાડ)સામે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદની વિગત અનુસાર આરોપીઓ (૧) દિપકભાઇ ઉર્ફે ડીમ્પલભાઇ રમેશભાઇ પટેલ રહે.ઉમરસાડી, માછીવાડ ,ચોટા ફળીયુ, તા. પારડી. જી.વલસાડ ()
અજયભાઇ રોહીતભાઇ ધોળી, રહે. સરઇ , બંડાલ ફળીયા, તા.ઉમરગામ જી. વલસાડ નાઓએ ગેરકાયદેસર રીતે પોતાના કબજાની ગાડી નંબર GJ 06 5 6205 મા ભારતીય
બનાવટના ઇંગ્લીસ દારૂ ની હેરફેર કરી અંક્લેશ્વર તરફ જતા દરમીયાન પોલીસે બાતમી આધારે આ ગાડી રોકવા પ્રયત્ન કરતા આરોપીઓએ પોતાની ગાડી રોક્યા સીવાય નાસીગયેલ હોઇ જે ગાડીનોપોલીસે પીછો કરેલ હોઇ અને ગાડીની વોચમાં રસ્તાની સાઇડમાં ઉભેલા પોલીસનો યુનિફોર્મધારી આ કામના ફરીયાદી
તથા ફરીયાદી સાથેના સાહેદ જી.આર.ડી સભ્યોએ આરોપીઓના વાહન રોકવા સારૂ પ્રયત્ન કરી ઇસારો કરતા ફરીયાદી તથા સાથેના સાહેદ કર્મચારીઓને મારી નાંખવાના
ઈરાદે આરોપીઓ ઈરાદા પુર્વક ફરીયાદી તથા સાહેદોનુ મોત નિપજાવવા સારૂ ફરીયાદી તથા સાહેદો ઉપર આરોપીઓએ પોતાનામારૂતી સુઝુકી
કંપનીના 2D/- સીયાઝ કંપનીની મરૂન રંગની ગાડી ચઢાવવા જતા મારી નાંખવાની કોશીશ કરેલ.કબજામાંની GJ 06 HS 5205 પરંતુ ફરીયાદી તથા સાહેદો સાઇડ પર ખસી ગયેલ તેમ છતા ઇજા પામનાર
સાફેદ જી.આર.ડી કિનાભાઇ પ્રહલાદભાઇ વસાવાને આ આરોપીઓએ પોતાના કબજામાંની ગાડી વડે ટક્કર મારી મોઢાના ભાગે ઇજા પહોચાડી ફરીયાદીની વેન ગાડી નં GJ
24H 5558 ની સાથે આરોપીઓએ પોતાની ગાડી અથાડી દઈ નુકશાન કરી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા