નેતા વિપક્ષ ધાનાણીએ ટ્વીટ કરી ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કરી માગ

નેતા વિપક્ષ ધાનાણીએ ટ્વીટનો મારો ચલાવી ટ્રમ્પ પાસે ઘણી અપેક્ષાઓ રાખી. નેતા વિપક્ષ ટ્વીટનો મારો કર્યો હતો અને એક બાદ એક ટ્વીટ કરી કટાક્ષના સ્વરૂપમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે અલગ અલગ માંગના સ્વરૂપમાં અપેક્ષાઓ વ્યક્ત કરી હતી.
અપેક્ષાઓ
મોદીજીનાં મિત્ર ભારતને વિકસિત દેશનો દરર્જ્જો આપવા અપેક્ષા
બિન અધિકૃત ગુજરાતીઓને અમેરીકામાં કાયમી સિટીઝનશિપ આપશે એવી આશાવાદ વ્યક્ત કર્યો.
ભારતને આંતર રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં સમાવવા વીટો વાપરશે એવી અપેક્ષા
અમેરિકન કોન્સ્યુલેટ શરૂ કરશે એવી અપેક્ષા
ગુજરાતીઓનાં અમેરિકન વિઝા ફ્રી કરશે એવી અપેક્ષા
અરુણાચલની સરહદ મુદ્દે ચીનને ચિમકી આપશે એવી અપેક્ષા