દેડીયાપાડા સિવિલ હોસ્પિટલમાં ગાયનોકોલોજીસ્ટ તબીબના અભાવે સગર્ભા મહિલાઓની હાલત કફોડી.

દેડીયાપાડા તાલુકાની સગર્ભા બહેનોને અંકલેશ્વર, ભરૂચ, જગડીયા, રાજપીપળા સુધી ડીલેવરી માટે જ લઈ જવા મજબૂર !

હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટની હેડક્વાર્ટર પર હાજર નથી રહેતા !

હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ યુનિટ સ્ટાફની નિમણૂક નથી કરાઈ !

મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, સાંસદ, કલેકટર, ડીડીઓને જાગૃત નાગરિકની લેખિત ફરિયાદ.

રાજપીપળા, તા. 15

એક તરફ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને સુવિધાના ખસ્તાહાલ બાબતે મુખ્યમંત્રીને ફરિયાદો કરાયાના સહી હજી સુકાઈ નથી ત્યાંજ હવે દેડીયાપાડા સિવિલ હોસ્પિટલના ખસ્તાહાલ બાબતે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, સાંસદ, કલેક્ટર, ડીડીઓને જાગૃત નાગરિકે લેખિત ફરિયાદ કરતા નર્મદાના હોસ્પિટલની સુવિધાના મામલે આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાયું છે.

દેડીયાપાડાના એડવોકેટ અને નોટરી હિતેશકુમાર કંચનલાલ દરજી મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, સાંસદ, કલેકટર, ડીડીઓને પત્ર લખી દેડીયાપાડા સિવિલ હોસ્પિટલમાં ગાયનોકોલોજીસ્ટ સગર્ભા બહેનોને પડતી તકલીફ અને દેડીયાપાડા તાલુકાની સગર્ભા બહેનોને અંકલેશ્વર, ભરૂચ, જગડીયા, રાજપીપળા સુધી ડીલેવરી માટે લઈ જવા બાબતે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટની હેડક્વાર્ટર પર હાજર નહીં હોવા બાબતે, સરકારના નીતિ-નિયમ મુજબ સપ્રમાણમાં દરેક હોસ્પિટલમાં સ્ટાફ રાખવા તેમજ ભરતી બાબતે, હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ યુનિટ સ્ટાફની નિમણૂક ન હોવાના કારણે લાખો રૂપિયાની માળખાકીય સુવિધા ધૂળ ખાવા બાબતે, અલ્ટ્રાસાઉન્ડ ચેકઅપ સુવિધા તેમજ ઓટોબલ્જેર સુવિધા આપવા બાબતે પત્ર લખ્યો છે.

જેમાં તેમણે જણાવ્યું છે કે ડેડીયાપાડા તાલુકાની એસપી રેશનલ જિલ્લાના આ તાલુકા માં એક પણ સ્ત્રી રોગ કે હાડકાં અને દાંત ની હોસ્પિટલ માં નથી. ખાસ કરીને સગર્ભા બેને કુપોષણની ભોગ બની રહી છે. છેલ્લા ત્રણ માસથી એક પણ સ્ત્રીરોગના નિષ્ણાતની નિમણૂક નહીં. આપવાના કારણે સગર્ભા બહેનોના પરિવાર ચિંતામય બની ગયેલ છે.ડીલેવરી સમય પતિ ઉપલબ્ધ ન હોય તો સારવાર અને ડિલિવરી માટે અંકલેશ્વર, ભરૂચ, ઝઘડીયા, રાજપીપળા, વડોદરા સુધી જવું પડે છે. 4 માસથી સ્ત્રીરોગના નિષ્ણાતની સેવાથી તાલુકાની સગર્ભા બહેનો સારવાર અને ડીલેવરી દેડીયાપાડા કરાવી શકતી હતી તે બંધ થઇ ગયેલ છે.

વધુમાં દેવી આપવાના ખાતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડો.વી.એમ. કંથારીયા કે ઓ એમ ડી એનેસ્થેટિક છે 24 – 24 કલાકની નોકરી કરી હેડક્વાર્ટર પર હાજર રહેવાના બદલે વડોદરા થી દાહોદ જતા રહે છે અને હોસ્પિટલના વડા હોવા છતાં રામ ભરોસે હોસ્પિટલ મૂકી દે છે જ્યારે કોરોના વોરિયર્સ તરીકે ડોક્ટર સંપૂર્ણ ભારત દેશ ને વંદન કરે છે, ત્યારે તેઓ પોતાની પવિત્ર ફરજ થી વિમુખ કરવાના પ્રયાસ કરે છે. જે ગંભીર બાબત છે.

વધુમાં હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ કરવા પણ સુવિધા છે. લાખો રૂપિયાના ખર્ચે મશીનરી અને વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ બ્લડ ગ્રુપ મેં જ કરવા યોગ્ય ટેકનીક નહીં મૂકવાને કારણે મશીનરી અને વ્યવસ્થા દૂર થાય છે. અને સાથોસાથ દર્દીઓને લોહીની જરૂર પડે તો બહારગામ જવું પડે છે.

દેડીયાપાડા સિવિલ હોસ્પિટલમાં ટ્રેઈની સ્ટાફની ખાસ જરૂરિયાત હોવાની રજૂઆત કરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા