*ડોનાલ્ડ ટ્રમ્પના ભવ્ય કાર્યક્રમના જંગી ખર્ચને લઇને સરકાર સામે ઉઠ્યા સવાલો*

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના ભવ્ય કાર્યક્રમના જંગી ખર્ચને લઇને કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર તેમજ ગુજરાતની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી ટ્રમ્પની ભારત મુલાકાત પર સવાલો ઉઠાવ્યા. આનંદ શર્માએ કહ્યું કે ભારત સરકારે કથિતરૂપે દાવો કર્યો છે કે ટ્રમ્પના સમગ્ર કાર્યક્રમનું આયોજન અભિનંદન સમિતિ કરી રહી છે.સરકાર સાચું જણાવવાની બદલે ખોટું બોલી રહી છે
તેમણે સવાલ કર્યો કે જો આ વાત સાચી હોય તો સરકારે એ જણાવવું જોઇએ કે શું આ સમિતિ નોંધાયેલી છે. અને જો તે નોંધાયેલી હોય તો પછી તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા. આનંદ શર્માએ કહ્યું કે હકીકત એ છે કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો તમામ ખર્ચ સરકાર કરી રહી છે. પરંતુ સરકાર સાચું જણાવવાની બદલે ખોટું બોલી રહી છે. કાર્યક્રમ માટે જે પૈસા ખર્ચાઇ રહ્યા છે તે તમામ સરકારના જ અને સરવાળે પ્રજાના પૈસા છે.