નર્મદા જિલ્લાામાં આજદિન સુધી સરેરાશ ૨૦૫ મિ.મિ. વરસાદ નોંધાયો

નર્મદામા મોસમના કુલ વરસાદમાં તિલકવાડા તાલુકો–૨૯૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે

નર્મદા જિલ્લાામાં આજદિન સુધી સરેરાશ ૨૦૫ મિ.મિ. વરસાદ નોંધાયો

રાજપીપલા,તા 13

નર્મદા જિલ્લા૦માં તા.૧૩ મી જુલાઇ, ૨૦૨૧ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં-૧૮ મિ.મિ., નાંદોદ તાલુકામાં–૧૨ મિ.મિ., દેડીયાપાડા તાલુકામાં-૦૪ મિ.મિ. ગરૂડેશ્વર તાલુકામાં- ૦૨ અને સાગબારા તાલુકામાં-૦૨ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લાં પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. નર્મદા જિલ્લાલમાં આજદિન સુધી સરેરાશ-૨૦૫ મિ.મિ. વરસાદ નોંધાયો છે.

જિલ્લાેમાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો તિલકવાડા તાલુકો-૨૯૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે દેડીયાપાડા તાલુકો-૨૮૨ મિ.મિ સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો-૨૨૮ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૧૨૬ મિ.મિ. સાથે ચોથા સ્થાને અને સાગબારા તાલુકો-૧૦૦ મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૩.૭૬ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૨.૦૭ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૭૯.૩૫ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૭૯.૫૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૩.૩૬ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા