જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના આંદોલનનો કાર્યક્રમનું કરાયું આયોજન.

જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના આંદોલનનો કાર્યક્રમનું કરાયું આયોજન.

જામનગર: જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના માનનીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયા સાહેબ તથા તથા AICC મેમ્બર શ્રીમતી શહેનાઝબેન બાબી તથા પૂર્વ સાંસદ અને ખંભાળિયાનાં માનનીય ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ માડમ તથા કાલાવડ-૭૬ નાં માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મુછડીયા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રી નયનાબા જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રોટોકોલ મંત્રી શ્રી બિપેન્દ્નસિંહ જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રી યુસુફભાઈ ખફી તથા પ્રદેશ કિશાન કૉંગ્રેસ નાં વાઇસ ચેરમેન શ્રી કણૅદેવસિહ જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા મહામંત્રી શ્રી સહારાબેન મકવાણા તથા જામનગર જીલ્લા પંચાયત ના વિરોધ પક્ષના નેતા શ્રી કાસમભાઈ ખફી તથા પ્રભાતભાઈ ઝાટીયા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) કે.પી.બથવાર તથા જામનગર તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા શ્રી ઈસ્માઈલભાઈ ખફી તથા જામનગર જીલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ માધાણી તથા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઉપેન્દ્રસિંહ જાડેજા તથા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાળા તથા પ્રવિણસિંહ જાડેજા તથા જામનગર જીલ્લા ઓબીસી ડીપાર્ટમેન્ટ નાં પ્રમુખ શ્રી કલ્પેશભાઈ હડીયલ તથા પાસ ના પ્રમુખ શ્રી ભુપતભાઇ ધમસાણીયા તથા અંકિતભાઈ ઘાડીયા તથા પ્રદ્યુમનસિંહ જાડેજા તથા ચંન્દ્રસિંહ જાડેજા તથા સિક્કા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અસગરભાઈ તથા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો અને વરિષ્ઠ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાયૅક્રમ ની શરૂઆત વંદેમાતરમ્ ગીતથી ચાલુ કરેલ ત્યાર બાદ કોરોના મહામારીમાં જે પરિવાર ના સદસ્યો મૃત્યુ પામેલા લોકોને મૌન રાખી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી, ત્યારબાદ મહેમાનો નું પુષ્પગુચ્છ થી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વડીલ વંદના કાર્યક્રમમાં કૉંગ્રેસ પક્ષમાં ભૂતકાળમાં સંગઠન માં કામ કર્યું હોઈ અથવા ચૂંટણી લડેલા હોઈ તેવા વરિષ્ઠ આગેવાનો ને શાલ ઓઢાડી ને પુષ્પગુચ્છ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય અધ્યક્ષશ્રી અમિતભાઈ ચાવડા સાહેબ ની સુચના મુજબ આ ભારતીય જનતા પાર્ટીના અણઘડ વહીવટ અને દરેક ક્ષેત્રમાં ફેઈલ થયેલ સરકાર ની નિતિ રીતી થી અવગત કરવામાં આવેલ અને ઠરાવો નંબર એક થી ચાર નું વાંચન કરીને દરેક હોદેદારો અને કાર્યકરો દ્વારા ટેકો આપી પસાર કરવામાં આવ્યા હતા.
દરેક આગેવાનો એ તેમના સુચનો કર્યા હતા.

આ કાયૅક્રમ બાદ જીલ્લા કોંગ્રેસ સમિતિના કાયૉલય લીમડા લાઈન ખાતે થી *રેલી* સ્વરૂપે લાલબંગલા સકૅલ તથા ટાઉન હોલ ખાતે વિવિધ બેનરો અને ઝંડા અને સુત્રોચ્ચાર કરી ને રેલી યોજી અને પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ* અર્પણ કરી ભ્રષ્ટાચા‌રી ભાજપ સરકાર ને સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે રેલી પરત જીલ્લા કોંગ્રેસ સમિતિના કાયૉલય લીમડા લાઈન ખાતે આવી હતી.

બપોરનાં સ્વરુચિ ભોજન સૌ સાથે લ‌ઈને જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી અને સમિક્ષા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમ ની આભાર વિધિ કરી રાષ્ટ્રગીત ગાઈ ને પૂર્ણ કરવા આવેલ હતી.

આ કાયૅક્રમનું સંચાલન જામનગર તાલુકાના મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાળા એ કરેલ અને સંકલન જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) કે.પી.બથવાર દ્વારા કરવામાં આવ્યું હતું.