આગામી બેત્રણ દિવસમાં કોર કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાશે.-શિક્ષણ મન્ત્રી ભૂપેન્દ્ર ચુડાસમા
રાજપીપલા,તા 10
રાજપીપળા ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે તેરી જનસુખાકારી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મીડિયા સમક્ષ પુછાયેલા પ્રશ્ન માં રાજ્યમાં પ્રાથમિક સ્કૂલો ક્યારે શરૂ કરાશે? આ અંગેપૂછયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે બાળકો કેન્દ્રસ્થાને છે બાળકોની સ્વાસ્થ્યની ચિંતા સરકારને છે.હવે પ્રાથમિક શાળાઓ ક્યારથી શરૂ કરવી તે અંગેનો નિર્ણય 9મી ઓગસ્ટના સરકારના કાર્યક્રમ પૂર્ણ થયા પછી બે-ત્રણ દિવસમાં કોર કમિટીની બેઠક મળશે.આ બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાશે.આવા નીર્ણયો કોર કમિટીની બેઠકમાં લેવાતા હોય છે.અને તે પણ તબક્કાવાર નિર્ણયો લેવાતા હોય છે. પહેલા ધોરણ સાત, પછી ધોરણ 12,ત્યારબાદ ધોરણ 9 10 11 શાળાઓ શરૂ કરાઈ. હવે પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. એ માટે શિક્ષકો,વિદ્યાર્થીઓ વાલીઓ પણ ખૂબ ઉત્સુક છે. ત્યારે ટૂંક સમયમાં કોર કમિટીની બેઠક બાદ આ બાદ આ નિર્ણય લેવાશે એમા શિક્ષણ મઁત્રીએ જણાવ્યું હતું
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા