રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ. મનદીરના ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ પ્રેસ. ભક્તો વિના ભગવાનની 144મી રથયાત્રા યોજાશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી દીધી છે. એટલે કે ફરજિયાત કોવિડ ગાઇડલાઇનના નિયમો અને વગર ભક્તોએ નીકાળવાની પરવાનગી રાજ્ય સરકારે આપી દીધી છે. ત્યારે મંદિર તરફથી પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ત્યારે રથયાત્રાને હવે ત્રણ દિવસ બાકી છે, એ પહેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા રથયાત્રાના રૂટના નિરીક્ષણ માટે જગન્નાથજી મંદિર પહોંચ્યા હતા. તેમની મુલાકાત માટે મંદિરની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. રથયાત્રા દરમિયાન કોરોના વકરે નહિ તે માટે ખાસ પગલા લેવામાં આવ્યા છે. રથયાત્રાના સમયે અમદાવાદના 19 કિમી લાંબા રુટ પર કરફ્યૂ રહેશે. કરફ્યૂ વચ્ચે ભગવાન નગરચર્યાએ નીકળશે. સાથે જ મંદિરમાં પ્રસાદનું વિતરણ પણ નહિ કરાય.
પ્રેસ કોન્ફરન્સમાં મંદિરના ટ્રસ્ટી અને મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે, 144 મી રથયત્રા માટે આવતીકાલે ધજારોહણ થશે. આરતીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેશે. મંગળા આરતીમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અમિત શાહ હાજર રહેશે. મંદિર તરફથી વિનંતી છે કે ભક્તો ઘરે બેસી ટીવીના માધ્યમથી રથયાત્રા નિહાળે. મંદિર તરફથી રથયાત્રામાં પ્રસાદ નહિ આપવામાં આવે. નિજ મંદિરમાં રથયાત્રા આવશે ત્યાર બાદ મગનો પ્રસાદ આપવામાં આવશે. મગનો પ્રસાદ ગુરુપૂર્ણિમા સુધી મંદિરમાં આપવામાં આવશે.
જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, “રથયાત્રાના આગલા દિવસે ભગવાનને સોનાનો શણગાર કરવામાં આવશે અને હાથીની પુજન વિધિ કરવામાં આવશે. ઉપરાંત અષાઢી બીજના દિવસે પહિંદ વિધિ પહેલા ભગવાનની મંગળા આરતી કરવામાં આવશે અને દર વર્ષની જેમ આ વર્ષ પણ એજ રૂટ પર રથયાત્રા કાઢવામાં આવશે.”
મહત્વનું છે કે,રથયાત્રાના રૂટ પર પોળમાં કર્ફ્યૂનું કડક પાલન કરવામાં આવશે. પોળમાં રહેતા લોકો બહારથી મહેમાનોને ઘરમાં બોલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત રથયાત્રા દરમિયાન પોલીસ અને પેરા મિલિટરી ફોર્સનો પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર 23 હજાર જેટલા સુરક્ષા જવાનોનો તૈનાત કરવામાં આવશે. જેમાં 34 SRP કંપની, નવ CRPFની કંપની, 5 હજાર નવસો હોમગાર્ડ તૈનાત કરવામાં આવશે.ઉપરાંત રથયાત્રાના રુટમાં ચેતક કમાન્ડોના એક યુનિટની સાથે જ 13 બોમ્પ ડિસ્પોઝલ સ્કવૉડની ટીમપણ કાર્યરત રહેશે.
https://youtu.be/4ioS5Yw5VG4