આજના મુખ્ય સમાચારો*
1️⃣4️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣
*13 કિન્નરોની પોલીસમાં ભરતી,
છત્તીસગઢ પોલીસમાં પ્રથમવાર એવુ બન્યુ છે, જ્યારે પ્રદેશમાં 13 ટ્રાંસજેંડરની પણ પોલીસમાં ભરતી કરી છે. ગત સોમવારે જાહેર થયેલા પરિણામમાં કુલ 2 હજાર 259 પદ પર સમગ્ર રાજ્યમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ દેશનું પ્રથમ એવુ રાજ્ય છે, જ્યાં આટલી મોટી સંખ્યામાં ટ્રાંસજેંડરની ભરતી કરવામાં આવી હોય. પોલીસ વિભાગમાં ટ્રાંસજેંડરની ભરતી થતા સમગ્ર સમુદાયમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.
*********
*દેશમાં કોરોના ની ત્રીજી લહેર*
*રેલીઓ બાદ કોરોનાનો રેલો*
*ધૂળેટી ઉજવણી પર રાજકારણીઓને બધી છૂટ: પ્રજા પર પાબંદી માટે વિચારણા*
વધતા કોરોનાના કેસ વચ્ચે સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજયમાં મહાનગરોમાં ધૂળેટી ઉજવણી પર પ્રતિબંધ લાગશે. અમદાવાદ સુરત, વડોદરા, રાજકોટમાં ધુળેટીના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં ધુળેટીની ઉજવણીની મંજૂરી નહી અપાય. અમદાવાદ અને સુરત શહેરને લઈને સરકારે આ નિર્ણય લીધો છે. જ્યારે વડોદરા, રાજકોટ મનપા વિસ્તારમાં વિચારણા ચાલી રહી છે. સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા
*********
*સુરતમાં હોળી ધુળેટીના જાહેર કાર્યક્રમો રદ કરાયા*
હોળી ધુળેટીના જાહેર કાર્યક્રમો રદ કરાયા છે. પાલિકા કમિશ્નરની અલગ અલગ સમાજના આગેવાનો જોડે બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. સુરતમાં કોરોનાની સ્થિતિ ફરી ગંભીર બનતા નિર્ણય કરાયો. સુરતમાં દર વર્ષે હોળી-ધૂળેટીના મોટી સંખ્યામાં જાહેર કાર્યક્રમો થતા હોય છે.જો કે આ વર્ષે કોરોના મહામારીને કારણે કાર્યક્રમો પર રોક લાગી છે.સુરતમાં કોરોના એ ફરી એક વખત માથું ઉંચકતા તંત્ર ચિંતિત બન્યું છે.મોલ અને કોમ્પેલક્ષ જેવા સ્થળો પર વિકેન્ડના દિવસે ભારે ભીડ એકત્ર ના થાય તે માટે શહેરના ડુમસ રોડ પર આવેલ મોલને બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે. જેના પગલે આજ અને આવતીકાલે ડુમસ રોડ પર આવેલ અલગ અલગ મોલને બંધ રાખવાનો નિર્ણય સંચાલકો તરફથી કરવામાં આવ્યો છે.. શહેરમાં આવેલી ખાનગી શાળા- કોલેજોમાંથી દરરોજ આઠથી દસ કેસ કોરોના પોઝીટીવ આવી રહ્યા છે.જેના કારણે શાળા- કોલેજોના વર્ગખંડને પણ બંધ કરવામાં આવી રહ્યા છે.
********
*સાઉથ આફ્રિકાના વાયરસે ગાંધીનગરમાં દેખા દીધી*
કલોલના પાનસરમાં રહેતા વ્યક્તિને કોરોના આવ્યો છે. 2 માર્ચે સાઉથ આફ્રિકાથી ગાંધીનગરના કલોલના બોરીસણા ખાતેનાં 31 વર્ષના યુવાનને કોરોનાના લક્ષણો જણાયા હતા.જે બાદ તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા..અને તેનો ટેસ્ટ કરાતા તેનામાં વિદેશી સ્ટ્રેનના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા.
******
*જાણી લો મહારાષ્ટ્રમાં ક્યા છે લોકડાઉન / નાઇટ કર્ફ્યુ / જનતા કર્ફ્યુ અને કડક પ્રતિબંધો*
પરભણી બે દિવસીય લોકડાઉન. રાત્રે સોમવારે બપોરે 12 થી 6 વાગ્યે લોકડાઉન. નાગપુર 15 માર્ચથી 21 માર્ચ સુધી સખત લોકડાઉન
વર્ધા 2 દિવસ ફરીથી લોકડાઉન. શનિવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યે કર્ફ્યુ લગાવાયો હતો. તાત્કાલિક સેવાઓ સિવાય બધું બંધ છે. હોટલ, રેસ્ટોરાં, દુકાનો, પેટ્રોલ પમ્પ પણ બંધ રહેશે. મીરા ભાઈંદર- હોટસ્પોટ અને કન્ટેન્ટ ઝોનમાં 31 માર્ચ સુધી લોકડાઉન. બીજે ક્યાંય પણ નિયમો મુજબ કામગીરી ચાલુ રહેશે. 50 ટકા ક્ષમતાવાળા હોટલો, રેસ્ટોરાં, બાર કાર્યરત થશે. બપોરે 11 વાગ્યા સુધી દુકાનો, શોપિંગ મોલ કાર્યરત રહેશે. ઓરંગાબાદ શનિવાર અને રવિવારે બે દિવસીય સપ્તાહના લોકડાઉન. આ સમય દરમિયાન, તાકીદની સેવા અને એમઆઈડીસી સિવાયની તમામ વસ્તુ બંધ રહેશે. 11 માર્ચથી ઓરંગાબાદમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યો હતો, જે અંતર્ગત સવારે 11 થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુ હતું.
*********
*સુરત સ્કૂલના છાત્રોમાં વધ્યું કોરોના સંક્રમણ 85 બાળકો મળ્યા કોરોના પોઝિટીવ*
સુરતમાં તાજેતરમાં કોરોના પરીક્ષણમાં 85 છાત્રો અને શિક્ષકો પોઝિટીવ મળ્યા છે. આ કેસોએ રાજ્ય સરકારને કોરોના મામલે નવી રણનીતિ ઘડવા માટે મજબૂર કર્યા છે.ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં ફરી એકા એક વધારો થવા લાગ્યો છે. કોરોનાના દૈનિક કેસો વધીને 700થી ઉપર પહોંચી ગયા છે. હવે આ મહામારી સ્કૂલો સુધી પહોંચી ગઈ છે. ગુજરાતમાં સ્કૂલ ખોલવાની ઉતાવળ સરકારને ભારે પડી શકે છે. સ્કૂલોમાં મોટી સંખ્યામાં છાત્રો કોરોના પોઝિટીવ આવવા લાગ્યા છે.
**********
*અમદાવાદના આરટીઓ અધિકારીની મદદથી થયું કૌભાંડ*
53 જેટલા હયાત વાહનોના બોગસ રજીસ્ટ્રેશન પર આઠ કરોડથી વધુની બેંક લોન લઈ છેતરપિંડી આચરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બેંકના બે સેલ્સ મેનેજરોની ધરપકડ કરી છે. કરોડોના બેંક લોન કૌભાંડમાં અમદાવાદ ગીતાનગરના ટ્રાન્સપોર્ટ ઓફિસર સહિત વધુ એક બેંક કર્મચારીની પણ સંડોવણી બહાર આવી છે. આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ લોન કૌભાંડમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરી હતી.
*****
*સુરતની ઠગબાજ ટોળકી જેલના સળિયા પાછળ*
સુરતમાં જે વાહનોનું મેન્યુફેક્ચરિંગ થયું જ નથી તેવા 53 જેટલા વાહનો પર ઠગબાઝ ટોળકી દ્વારા 8 કરોડથી વધુની લોન બેન્કમાંથી ઉપાડી ચુનો ચોપડવામાં આવ્યો હતો. જે અંગેની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યાનુસાર સહારા દરવાજા વિસ્તારમાં આવેલ યશ બેન્કમાંથી છ જેટલા આરોપીઓ દ્વારા અગાઉ આઠ કરોડથી વધુની લોન લેવામાં આવી હતી. આરોપીઓ દ્વારા જે વાહનોનું મેન્યુફેક્ચરિંગ થયું જ નથી તેવા ટાટા કંપનીના 53 જેટલા વાહનોને હયાત બતાવી તેનું બોગસ દસ્તાવેજો વડે રજિસ્ટ્રેશન કરાવી લેવાયું હતું
********
*મોટી રેલ દુર્ઘટના ટળી*
ભાટિયા પાસે મોટી રેલ દુર્ઘટના સહેજમાં ટળી છે. ભાટીયા હર્ષદ રોડ પરના રેલવે સ્ટેશન ફાટક આગળ વીજ કંપનીનો ગાર્ડ વાયર રેલવેના કેટનરી વાયર પર તૂટીને પડયો હતો. રેલવેનો કેટનરી વાયર તૂટયો તે વખતે જ ટ્રેન નીકળતા વાયરો ટ્રેનમાં ફસાયા હતા. તૂટેલા વાયરો ટ્રેનના એન્જીનના આગળના ભાગોમાં ફસાતા ટ્રેનને રોકી દેવાઇ હતી. જેના કારણે સદનસીબે મોટી જાનહાની થતા અટકી હતી
********
*વિગત મુજબ સમગ્ર ઘટના*
આ અંગેની વિગત મુજબ 7:45 વાગ્યાના અરસામાં ભાટિયા-હર્ષદ રેલવે ટ્રેક પરથી પસાર થતી ઓખા-અરનાકુલમ ટ્રેનના એન્જીન ઉપર પીજીવીસીએલના વીજવાયરનો ગાર્ડ વાયર તુટતા રેલવેની ઇલેકટ્રીક લાઈનના કેન્ટીન વાયર પર પડતા એન્જીનમાં ફસાયેલા વાયરો સાથે ટ્રેન 100 મીટર સુધી દોડી ચાલી હતી. જો કે, સદનસીબે ઈલેકટ્રીક વાયરનું રીપેરીંગ કામ ચાલુ હોવાથી વીજ સપ્લાય બંધ હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી. આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસ તેમજ પીજીવીસીએલના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને ત્યારબાદ પીજીવીસીએલ દ્વારા રિપેરીંગ કામ કરી દોઢ કલાકની જહેમત બાદ વાયરો દૂર કરવામાં આવ્યાં હતાં અને આ દોઢ કલાક દરમિયાન ભાટિયા નજીક ત્રણ રેલવે ફાટકો બંધ રાખવામાં આવ્યાં હતાં. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી.
*********
*અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈને રક્ષાબંધન સુધી ચાલશે*
આ વર્ષે વાર્ષિક અમરનાથ યાત્રાની શરૂઆત 28 જૂનથી થશે. જમ્મુશ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે વાર્ષિક અમરનાથ યાત્રાને રદ કરી દેવામાં આવી હતી. જો કે, આ વર્ષે 28 જૂનથી આ યાત્રા શરૂ થશે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
******
*પનીર અસલી છે કે નકલી આ રીતે ચકાસો*
*આ રીતે ચકાસી શકો પનીર*
-પનીરનો એક નાનો એવો ટુકડો આપ હાથમાં રાખીને મસળીને જોઈ શકો છો. જો તે તૂટીને ભૂકો થઈ વિખેરાઈ જાય તો તે ભેળસેળવાળુ પનીર છે. કારણ કે, તેમાં રહેલા સ્કીમ્ડ મિલ્ડ પાઉડર વધારે દબાણ સહન કરી શકતુ નથી.
-નકલી પનીર વધારે ટાઈટ હોય છે. તેનું ટેક્સચર રબડની માફક હોય છે.
-જો તમે પણ પનીર ઘરે લાવ્યા છો, તો તેને પાણીમાં ઉકાળીને ઠંડુ કરી લો. જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે તેના પર થોડુ આયોડિન ટિંચર નાખો, જો પનીરનો રંગ લીલો પડવા લાગે તો, સમજી જાવ કે આ પનીર નકલી છે.
-ભેળસેળવાળુ પનીર ખાતી વખતે રબરની માફક ખેંચાતુ દેખાશે.
*******
*વહુએ સસરાને મોકલી દીધી વોટ્સએપ પર નગ્ન તસ્વીર*
હકીકતમાં જોઈએ તો, મહિલા બાથટબમાં હતી અને સામે ઉભેલા દિકરાની તસ્વીર ખેંચી. પણ ગ્લાસ શોવર સ્ક્રીન અને મેટલના ડ્રેન કવર પર રિફલેક્શનના કારણે મહિલાનો પણ ન્યૂડ ફોટો આવી ગયો. જો કે, મહિલાએ આ તસ્વીર તુરંત ડીલિટ કરી નાખી હતી. જો કે, ત્યાં સુધીમાં તો ખૂબ મોડૂ થઈ ગયુ હતું. સસરાએ આ તસ્વીર જોઈ લીધી હતી હકીકતમાં જોઈએ તો, મહિલા બાથટબમાં હતી અને સામે ઉભેલા દિકરાની તસ્વીર ખેંચી. પણ ગ્લાસ શોવર સ્ક્રીન અને મેટલના ડ્રેન કવર પર રિફલેક્શનના કારણે મહિલાનો પણ ન્યૂડ ફોટો આવી ગયો. જો કે, મહિલાએ આ તસ્વીર તુરંત ડીલિટ કરી નાખી હતી. જો કે, ત્યાં સુધીમાં તો ખૂબ મોડૂ થઈ ગયુ હતું. સસરાએ આ તસ્વીર જોઈ લીધી હતી
*********
*હિન્દુ છોકરા સાથે મુસ્લિમ છોકરીના લગ્ન ધર્મ પરિવર્તન સુધી અમાન્ય*
પંજાબ અને હરિયાણા કોર્ટે એક કેસની સુનાવણીમાં કહ્યું છે કે એક હિન્દુ યુવક સાથે લગ્ન કરનાર મુસ્લિમ યુવતીના વિવાહ ત્યાં સુધી અમાન્ય રહે છે જ્યાં સુધી ધર્મપરિવર્તન ના થાય. જોકે, કોર્ટે એ પણ કહ્યું છે કે બંને પોતાની રજામંદીથી એક બીજા સાથે રહી શકે છે. નાબાલિગ મુસ્લિમ છોકરીના લગ્નને યોગ્ય ઠેરવવાના એક કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટે આ પ્રતિક્રિયા આપી છે.
હિંદુ યુવકની પીટીશન પર સુનવણી પંજાબ અને હરિયાણા કોર્ટની એક બેન્ચે 18 વર્ષની મુસ્લિમ યુવતી અને 25 વર્ષના એક હિંદુ યુવકની એક પીટિશન પર સુનાવણી કરી છે. બને જણાએ એક મંદિરમાં લગ્ન કર્યા હતા. કોર્ટે એ કહ્યું છે કે છોકરી જ્યાં સુધી હિન્દુ ધર્મ અપનાવી ના લે ત્યાં સુધી આ લગ્ન અમાન્ય રહેશે. બંને વયસ્ક હોવાથી પોતાની મરજીથી સાથે રહી શકે છે.
*******
*માત્ર 4 દિવસ નોકરી અને 3 દિવસ રજા*
*નવા વેજ કાયદાથી થશે ફેરફાર*
*Wageની નવી વ્યાખ્યા પ્રમાણે હવે કુલ સેલેરીના મહત્તમ 50 ટકા જ ભથ્થા રહેશે*
નવા નિયમ પ્રમાણે હવે મૂળ વેતન કુલ વેતનના 50 ટકા કે વધારે હોવું જોઈએ. આવું થશે તો કર્મચારીઓના સેલેરી સ્ટ્રક્ચરમાં ફેરફાર આવી જશે.
પ્રોવિડન્ટ ફંડ મૂળ વેતન પર આધારીત હોય છે માટે મૂળ વેતન વધવાથી પીએફ વધશે, મતલબ કે ટેક-હોમ અથવા તો હાથમાં આવતા પગારમાં કાપ આવશે. કર્મચારીઓની ગ્રેચ્યુઈટી કે પીએફ વધવાથી રિટાયરમેન્ટ બાદ મળતી રાશિ વધશે. નવા ડ્રાફ્ટ કાયદામાં મહત્તમ 12 કલાક સુધી કામ કરવાનો પ્રસ્તાવ છે. નિયમો પ્રમાણે કોઈ પણ કર્મચારી પાસે સતત 5 કલાકથી વધારે કામ કરાવવું પ્રતિબંધિત કરાયું છે. કર્મચારીઓને દર 5 કલાક બાદ 30 મિનિટનો આરામ આપવા નિર્દેશ કરાયો છે.
*એપ્રિલથી નવો કાયદો લાગુ થઈ શકે*
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સંસદમાં 3 વેતન કોડ બિલ પાસ થયા હતા. આ ત્રણેય કાયદા પહેલી એપ્રિલથી લાગુ થઈ શકે છે. જો આવું થશે તો કર્મચારીઓના હાથમાં આવતા પૈસા ઘટી જશે. સાથે જ તેની અસર કર્મચારીઓ અને નોકરીદાતા પર પણ પડશે. આ નવા નિયમોથી ખાનગી કંપનીઓની બેલેન્સ શીટ પણ પ્રભાવિત થશે.
**********
*દિલ્હી દેહરાદૂન શતાબ્દી ટ્રેનના કોચમાં આગ*
દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી શતાબ્દી ટ્રેનના એક કોચમાં આગ લાગી ગઈ છે. આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ બતાવાયું છે. કોઈ પણ હાનિ થવાના હાલમાં સમાચાર નથી. તમામ વસ્તુઓ ધીમે ધીમે બહાર આવશે. ટ્રેનને ઈમરજન્સી બ્રેક લગાવીને રોકવામાં આવી છે. એન્જીનથી આઠમા કોચમાં આગ લાગી હતી. આગ લાગ્યા પછી આ કોચને અલગ કરી દેવાયો છે. ત્યારબાદ તાત્કાલિક ફાયરબ્રિગેડને બોલાવી લેવામાં આવી છે. આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.આગ લાગ્યા બાદ સી-5 કોચને ટ્રેનથી અલગ કરવામા આવ્યો તાત્કાલિક અન્ય કોચમાં શિફ્ટ કરાયા
*********
*ભાજપના ધારાસભ્યએ વિધાનસભામાં કર્યો આપઘાતનો પ્રયાસ*
ઓડિશા વિધાનસભામાં બજેટ સત્રના બીજા ચરણની શરૂઆત ઘણી અલગ રહી. શુક્રવારે સદનમાં વિપક્ષી પાર્ટી બીજેપી અને કોંગ્રેસે રાજ્ય સરકાર પર ખેડૂતો પાસેથીની પાકની ખરીદીમાં અનિયમિતતાનો આરોપ લગાવતા સદનમાં હોબાળો કર્યો. આ દરમિયાન દેવગઢથી બીજેપી ધારાસભ્ય સુભાષ ચંદ્ર પાણિગ્રહીએ વિધાનસભામાં જ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. તેણે સદનમાં સેનિટાઇઝર પી લીધું.
*********
*કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં લહેરાયો તિરંગો*
આતંકવાદીઓ અને અલગાવવાદીઓની સાથે-સાથે શોષણના રાજકારણને નકારી રહેલું કાશ્મીર સંપૂર્ણપણે મુખ્ય પ્રવાહમાં વિલિન થતું જોવા મળી રહ્યું છે. કાશ્મીર વિશ્વવિદ્યાલયના પરિસરમાં આઝાદી બાદ પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું.
*******
*પાંચ એવા મેયર જેઓ મેયર બંગલામાં રહ્યા અને તેમની રાજકીય કારર્કિદી હાંસિયામાં ધકેલાઇ ગઇ*
રાજકોટના નવનિયુક્ત મેયર પ્રદિપ ડવ રેસકોર્ષ ખાતે આવેલા મેયર બંગલામાં નહિ રહે જેની પાછળ મેયર બંગલોના શાપિક હોવાની વાત ફરી ચર્ચામાં આવી છે. રાજકોટમાં એક એવી લોકચર્ચા છે કે રેસકોર્સ ખાતે આવેલા મેયર બંગલોમાં જે પણ મેયર રહેવા જાય છે તેની રાજકીય કારકિર્દી સમાપ્ત થઇ જાય છે. હવે આને અંધશ્રદ્ધા કહો કે વાસ્તુદોષ પણ હવે કોઇ પણ મેયર ત્યાં રહેવા જવાનું પંસદ કરતા નથી. ફક્ત પ્રદિપ ડવ જ નહીં પણ ગત ટર્મના મેયર બીનાબેન આચાર્ય પણ મેયર બંગલામાં નહોતા રહ્યા અને ડો. જૈમીન ઉપાધ્યાય પણ બંગલામાં રહેવા નહોતા ગયા
*******
*અઠવા ઝોનમાં શનિવાર અને રવિવારે મોલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે*
શહેરના અઠવા ઝોનમાં વધતા કોરોના સંકટને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં શનિવાર અને રવિવારે અઠવા ઝોનમાં આવેલા મૉલ, રેસ્ટોરન્ટ બંધ રહેશે. જયારે રેસ્ટોરન્ટમાં માત્ર પાર્સલની સુવિધા ચાલુ રહેશે. શહેરમાં શાળાઓ અને બજારમાં દિવસેને દિવસે વધતા કેસોને જોતા આ નિર્ણય લેવાયો છે.
*******
*પ્લોટને બારોબાર વેચવાનું કૌભાંડ*
કલોલના વાયના ખાતે આવેલી કર્મભૂમિ સ્કીમમાં બારોબાર પ્લોટ વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેની કલોલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં બિલ્ડર રૂપેશ ઠક્કર સહિત 9 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાત હાઉસિંગ કો.ઓ. સોસાયટીના ઓડિટર એસ.એસ.લોદી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં સોસાયટીના સભ્યોના નામ રેકોર્ડમાંથી ચેડા કરી નામ દૂર કરી તેમને વેચેલા પ્લોટ બારોબાર અન્ય લોકોને પધરાવી દીધાનો આરોપ છે.
*********
*ગુજરાત લોક સેવા આયોગએ 1200થી વધુ પદ પર વૈકેંસી*
કમિશનના અધ્યક્ષ દિનેશ દાસાએ પોતે ટ્વીટ કરી તેની માહિતી આપી છે. મેડિકલ, લૉ, એગ્રી (એંજિનિયરિંગ) અને જનરલ વિષય સાથે ગ્રેજ્યુએટ્સ માટે અનેક પદો પર વેકેંસી કાઢવામાં આવી છે. જેમા ટૈક્સ ઈંસ્પેક્ટરના 243 પદને ભરવામાં આવશે.આવેદનની પ્રક્રિયા 16 માર્ચથી શરૂ થશે.ઉમેદવાર 31 માર્ચ સુધી એપ્લીકેશન ફોર્મ સબમિટ કરી શકશે.આયોગ ડિસેમ્બરમાં લેખિત કંમ્પ્યુટર બેસ્ડ પરીક્ષા આયોજીત કરશે.આ ઉપરાંત કમિશને ગુજરાત ચિકિત્સા સેવામાં 1000 ચિકિત્સા અધિકારી પદ ભરવા માટે પણ નોટિફિકેશન રજુ કર્યુ છે.એમબીબીએસ ડિગ્રી ધારક આ માટે અરજી કરી શકે છે. આ ભરતી માટે કમિશન 7 સપ્ટેમ્બરના રોજ લેખિત પરીક્ષા લેશે.આ ઉપરાંત આયોગ ગાંધીનગર નગર નિગમમાં ખાલી પદોને ભરવા માટે પણ પરીક્ષા આયોજીત કરશે
*********
*પ્રિન્સિપાલ અને શિક્ષિકા ઈલુ ઈલુ કરતા ઝડપાયા*
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની વારસિયા સ્થિત શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને શિક્ષિકા વચ્ચે ઈલુ ઈલુનું પ્રકરણ બહાર આવતા જવાબદાર બંને શિક્ષક-શિક્ષિકાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા મેયરએ સુચના આપી હતી. શિક્ષણ સમિતિની વારસીયા ખાતે આવેલી શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને શિક્ષિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઇલું ઈલું નું પ્રકરણ ચાલતું હતું. તે દરમિયાન તાજેતરમાં બંને પ્રેમી બપોરની સ્કૂલમાં હાજરી આપ્યા બાદ ફરાર થઈ ગયા હતા અને કેટલાક દિવસ બાદ પોલીસે બંનેની અટકાયત કરી હતી અને તેઓના પરિવારજનોને સોંપ્યા હતા.
*********
*બેંક કર્મચારીઓની બે દિવસની હડતાળ*
બેંક કર્મચારીઓ અને અધિકારીઓ આગામી સોમવારથી બે દિવસની હડતાલ ઉપર જઈ રહ્યાં છે. છેલ્લાં દસ વર્ષમાં બેન્કોએ રુ 15.75 લાખ કરોડનો નફો કર્યો છે. હાલમાં જ સંસદમાં સરકારે સ્વીકાર્યું છે કે, રુ. 5.85 લાખ કરોડ ઉદ્યોગગૃહોના માંડવાળ કરેલ છે, એમ ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયને જણાવ્યું છે. સરકાર ઘડિયાળના કાંટા ઉંધા ફેરવવા પાંચ દાયકા પહેલાંની સ્થિતિ સર્જવા માંગે છે. માલેતુજાર ઉદ્યોગપતિને રાહત અને ગરીબ-ખેડૂતોના હિતોને નજર અંદાજ કરવામાં આવી રહી છે. હાલમાં પ્રજાને રાહત દરે ખાતામાં ઓછાં બેલેન્સ સાથે ખેતી ઉદ્યોગને ઓછાં વ્યાજે જે ધીરાણ મળે છે તે ખાનગી બેંકો આપવા તૈયાર નહીં થાય. લોકોના થાપણની સુરક્ષા મર્યાદીત થઈ જશે.
********
*મંત્રી દવેએ માતાજીના સમ આપી બ્લેકમેઈલ કરી*
ભાવનગરના મેયર પદે વર્ષાબા પરમારને બેસાડવાની જગ્યાએ કિર્તીબેન દાણીધારિયાની વરણી કરી દેવામાં આવતા નગરસેવિકા વર્ષાબાએ ગત પોતાને થયેલા અન્યાયથી ગળગળીત થઈ પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના કહેવાથી પોતાને સાઈડ લાઈન કરી મેયર પદ છિનવી લીધાનો બળાપો ઠાલવ્યો હતો. ભાવનગરના ઈતિહાસમાં મેયરપદને લઈ કોઈ પક્ષનો આંતરિક જૂથવાદ ચરમસીમા ઉપર આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના બની હતી. જેથી સમગ્ર વિવાદે હડકંપ મચાવ્યો હતો. હજુ આ ઘટનાને ત્રણ દિવસ જ વિત્યા છે. ત્યાં ‘વર્ષાબા’એ ફરી આરોપોની ‘વર્ષા’ વરસાવી ભાજપના મોવડી મંડળને સ્તબ્ધ કરી દીધું છે.
********
*ફોજદાર કિશોરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ સુરુભા ઝાલાને સસ્પેન્ડ*
ખેડોઈમાંથી ૬.પ૧ લાખ અને મેઘપર-બોરીચીમાંથી ૩ લાખ ઉપરાંતનો દારુ ઝડપી લેવામાં આવ્યા બાદ, આરઆર સેલની કામગીરી બીરદાવવામાં આવી હતી તો બીજી તરફ અંજારના પોલીસ સ્ટેશનમાં કોની જવાબદારી ફીક્સ કરવામાં આવે છે તે સવાલ ઉઠયા હતા. દરમ્યાન તપાસ બાદ બોર્ડર રેન્જ આઈજી મોથાલીયાની સૂચનાના પગલે પૂર્વ કચ્છ-ગાંધીધામના એસપી મયુર પાટીલ દ્વારા અંજાર પોલીસના સહાયક ફોજદાર કિશોરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ સુરુભા ઝાલાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં પોલીસ બેડામાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભચાઉ અને સામખિયાળી પાસેાથી લાખોનો શરાબનો જથૃથો મળી આવ્યો છે
*******
*કચ્છના એ.એસ.આઇ. પાસે આવક કરતા વધુ સંપતિ મળી*
પરિક્ષિતસિહ પ્રભાતસિહ જાડેજા, અનાર્મ્ડ એ.એસ.આઈ, વર્ગ-૩, રાપર પોલીસ સ્ટેશન, પોલીસ અિધક્ષક , કચ્છ (પૂર્વ) ગાંધીધામ, રહે.મકાન નં.૧૨-બી, સંસ્કારનગર, લીંમડાવાળી શેરી, ભૂજ,કચ્છ, મુ.રહે.ગામ-અકરી, તા.અબડાસા સામે થયેલી ફરીયાદ સંદર્ભે તપાસ કરતા તા.૦૧/૦૪/૨૦૦૮ થી તા.૩૧/૦૩/૨૦૨૦ સુાધી તેમની સંપતિમાં ૭૩.૬૪% વાધુ સંપતિનો હિસાબ મળી આવ્યો છે. પરિક્ષીતસિંહ સામે ફરજ દરમ્યાન ભ્રષ્ટાચાર કરી અને અપ્રમાણસર મિલ્કત વસાવ્યાના આક્ષેપની અરજી સબંધે એ.સી.બી.દ્વારા અરજી તપાસ સબંધે જરૃરી રેકર્ડ, દસ્તાવેજો, કાયદેસરની મેળવેલ આવક અને કરેલ રોકાણ તાથા ખર્ચની હકિકતો તપાસતા, સમયગાળાની ફરજ દરમ્યાન આક્ષેપિતે પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૃ.૧,૨૨,૯૮,૩૩૭/- એટલે કે ૭૩.૬૪ % જેટલી રકમનું વાધુ રોકાણ/ખર્ચ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલીત થયુ હતુ.,
*********
*વડતાલ મંદિરના મેનેજિંગ બોર્ડની 4 બેઠકોની આજે ચૂંટણી*
નડિયાદ યોજાનારી વડતાલ મેનેજિંગ બોર્ડની ચૂંટણીનો સિદ્ધાંતપક્ષના ચારેય ઉમેદવારોએ આજે બહિષ્કાર કર્યો છે. આમ કરવા પાછળના કારણોમાં તેમણે ચૂંટણી અધિકારીના પક્ષપાતી વલણથી લઈને નિયમ મુજબ ચૂંટણી ન થતી હોવા સુધીનાં કારણો આપ્યાં છે. તો બીજી તરફ મંદિરમાંના વ્યવસ્થાપકોએ આરોપોને તદ્દન ખોટા ગણાવીને નકારી દીધા છે. સિદ્ધાંતપક્ષના નારણભાઈ ભરવાડે જણાવ્યા પ્રમાણે વડતાલ મંદિર ટ્રસ્ટની ચૂંટણી માટે જે નિયમોની સ્કીમ નક્કી કરવામાં આવી છે, તેનું પાલન આ ચૂંટણીમાં યોગ્ય રીતે નથી થઈ રહ્યું. સ્કીમ મુજબ દર પાંચ વર્ષે ચૈત્ર સુદ પૂનમને દિવસે જ ચૂંટણી યોજાય છે. આ વર્ષે કોરોનાને લીધે ૨૦૨૦માં ચૂંટણી મુલતવી રહી હતી. ૧૪મી માર્ચે ચૂંટણી જાહેર થયા પછી હાલ ફરી સંક્રમણ વધી રહ્યું છે તેથી અમે આગામી ચૈત્ર સુદ પૂનમે ચૂંટણી યોજવા અરજી કરી હતી. જોકે ચૂંટણી અધિકારી દ્વારા એક જ પક્ષને ફાયદો થાય તે રીતે જ નિર્ણયો કરવામાં આવી રહ્યા છે
********
*ખોટું નોટરી કરી મહિલા સાથે ઠગાઈ*
ખેરાલુ પોલીસ મથકમાં કાજલબેન રણજીતકુમાર ચૌધરીએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના પિતાજી રાવલ રાજીભાઈ વીરાભાઈએ ખેરાલુ ટાઉનમાં ખોખરવાડા સંઘ નજીક જમીન રાખી હતી. તેમાં રાજ ટ્વીન રો હાઉસ નામ આપી મકાનો બનાવ્યા હતા. તે વકતે તેણીના પિતાએ ચૌધરી ભરત તળશીભાઈ ઉર્ફે હરીભાઈ, દેસાઈવાડો, પટેલવાસ, તા. ખેરાલુવાળાને નોકરી પર રાખેલ હતા. કાજલબેનના પિતાએ રાજ ટ્વીન રો હાઉસમાં મકાન નં. ૧ તથા ૨ પોતાની દીકરીને મકાન દસ્તાવેજ કરી આપેલ હતો. તે મકાન ચૌધરી ભરતે તા. ૭-૧૨-૧૯ના રોજ ખોટો દસ્તાવેજ બનાવી નોટરી ઉપર રૃપિયા ૧૦૦ના સ્ટેમ્પ પર બાનાખત રૃ.૧૫લાખ ૫૧ હજારમાં ચૌધરી વિહીબેન લવજીભાઈ રહે પાન્છા, તા. ખેરાલુવાળાને વેચાણ કરી વિશ્વાસઘાત કરી ઠગાઈ આચર્યાની ગતરોજ ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
*🙏🙏thaend🙏🙏*