દંડી સ્વામી મોટા મઠના ટ્રસ્ટી મંડળ ના સદસ્યો તથા રાજપીપલા લઘુરૂદ્ર અવેતન મંડળ ના સદસ્યોંએ આવેદન આપ્યું



રાજપીપલા નગરપાલિકા દ્વારા
મઠની સામે – નજીક
સ્મશાન બનાવવાનીયોજના સામે વિરોધ

તાત્કાલિક ધોરણે કાયમ માટે રોક લગાવવા નર્મદા કલેકટરને આવેદન

દંડી સ્વામી મોટા મઠના ટ્રસ્ટી મંડળ ના સદસ્યો તથા રાજપીપલા લઘુરૂદ્ર અવેતન મંડળ ના સદસ્યોંએ આવેદન આપ્યું

રાજપીપલા, તા 29


રાજપીપલા નગરપાલિકા દ્વારા શ્રી દંડી સ્વામી મોટા મઠની સામે – નજીક
સ્મશાન બનાવવાની યોજના પર તાત્કાલિક ધોરણે કાયમ માટે રોક
લગાવવા બાબતે રાજપીપલા ખાતે જિલ્લા કલેકટરનેશ્રી દંડી સ્વામી મોટા મઠના ટ્રસ્ટી મંડળ ના સદસ્યો તથા રાજપીપલા લઘુરૂદ્ર અવેતન મંડળ ના સદસ્યોંએ આવેદન આપ્યું હતું.
જેમાં જણાવ્યું હતું કે નગર સેવા સદન દ્વારા
નવું સ્મશાન બનાવવા યોજના તૈયાર કરી છે. જેનો અમો સખત વિરોધ કરીએ છીએ તથા આ કામ
બંધ રખાવવા રજુઆત કરી છે.આ વિરોધના કારણો જણાવતા જણાવ્યું છે કે
રાજપીપલા નગરમાં પવિત્ર કરગંગા નદીના કિનારે વર્ષોથી સર્વજ્ઞાતિય માટે સુંદર વિશાળ સ્મશાન
આવેલ છે. જેમાં કદીપણ સદ્દગતની અંતીમ વિધી સાધન સામગ્રી લાકડા, જગ્યા, પાણી, વિશ્રામસ્થળની ખોટ પડી નથી. તેમજ નગરના નજરાણા સમાન ખરેખર રળીયામણું સ્મશાન છે.
વરસોથી કોરોના કાળને બાદ કરતા આ સ્મશાનમાં ભાગ્યે જ એક કરતા વધુ ચીતા એક સાથેસળગતી હોય તેવા બનાવ બનવા પામ્યા હોય.
વિશેષમા આ સ્મશાનમાં વિશાળતાને કારણે હાલમાં લગભગ ૧ કરોડ રૂા. ના ખર્ચે ગેસની ત્રણ
ચીતા ઉપરાંત અન્ય સુધારા – વધારા થઇ રહ્યા છે. તે જોતા રાજપીપલા નગર માટે અન્ય બીજા સ્મશાનની
કોઇ જરૂરીયાત જ નથી. એમ અમારું ચોક્કસ પણે માનવું છે.
વિશેષ નગર સેવા સદન જે જગ્યાએ હાલ સ્મશાન બનાવવા વીચારાધીન છે તેને અડીને જ
રાજપીપલા બસ ડેપોથી એરોડ્રામ રોડ- રાજપીપલા અંકલેશ્વર – ભરૂચ રોડને જોડાય છે તે જોતા
સ્મશાન ઘર ભવિષ્યમાં કપાતમાં જઇ શકવાની પુરી શક્યતા રહેલી છે.
વિશેષ શ્રી દંડી સ્વામી મોટા મઠમાં હાથી ઘોડા રહેતા હતા અને વરસ દરમ્યાન અનેક અનેક
ઉત્સવો ઉજવાતા હતા એમ અતિ સમૃદ્ધ કહી શકાય તેવો તેનો ઇતિહાસ બોલે છે. આ મઠમાં આજે પણ
બ્રહ્મવૃંદ દ્વારા નિયમીત હિંદુ સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક ધાર્મિક કાર્યક્રમો થઇ રહ્યા છે. ઉપરાંત
ભુતકાળમાં વાર્ષિક ધોરણે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન તેમજ અમુક તહેવારો દરમ્યાન જપાત્મક તેમજ
હોમાત્મક લઘુરુદ્ર તથા અનેક યજ્ઞ યોગાદી જીલ્લાના અધિકારી ગણ તથા પદાધિકારી ગણની નિશ્રામાં
સંપન્ન થયા છે.
વિશેષ શ્રી દંડી સ્વામી મોટો મઠ દ્વારકા પીઠના પરમ પૂજય શ્રી દ્ધિપીઠાધીશ શ્રી
શંકરાચાર્યજીના હસ્તક છે તેમજ સદર મોટા મઠમાં ધાર્મિક તેમજ સામાજીક અનેક પ્રવૃત્તિઓ કાર્યાન્વિત
થવા સંદર્ભે યોજનાઓ શરૂઆત થવાની તૈયારીમાં છે. જે થકી રાજપીપલા વિશ્વફલક પર નામ રોશન કરે
તેમ છે તે જોતા શ્રી દંડીસ્વામી મોટા મઠની આસપાસ આવું કોઇ જ બાંધકામ ન થાય તે માટે
નગાર સેવા સદનને સખત તાકીદ કરવા રજુઆત કરી સખત વિરોધ નોંધાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે
રાજપીપળા નગરપાલિકા દ્વારા ૮૬ લાખના ખર્ચે અદ્યતન સ્મશાન નવું ગૃહ બનાવવા ની યોજના બનાવી છે જેમાં
સ્મશાન ગૃહમાં પ્રાર્થના હોલ,
ઇલેક્ટ્રિક ભઠ્ઠી, ગેસ ભઠ્ઠી, ભવ્ય મંદિર,શંકર ભગવાનની ભવ્ય પ્રતિમામુકાશે. જેની સામે નગરમાંથી આ અગાઉ પણ વિરોધ થઈ રહ્યો છે.આ આગાઉ જુના કોટ વિસ્તારના રહીશોએ કલેકટરને આવેદન આપી વિરોધ પ્રદર્ષિત કરી રહ્યા છે. અન્ય જાગૃત નાગરિકોએ પણ સવાલો ઉઠાવ્યા છે. ત્યારે નગરના વિકાસ ના ઘણા કામો બાકી છે તેમાં આ નાણાં ખર્ચાયએમ જનતા ઈચ્છી રહી છે

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા