નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા વધુ 07 કેસ પોઝિટિવ આવ્યા.

નાંદોદ તાલુકામા -03કેસ , અને રાજપીપલા મા -04 કેસ પોઝિટિવ

આજે 07 દર્દીઓ સાજા થતા તમામને રજા અપાઇ

નર્મદા જિલ્લામા કૂલ પોઝિટિવ કેસનો આંકડો
524પર પહોચ્યો .

આજે કુલ 297ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

રાજપીપલા, તા 14

આજે નર્મદા જિલ્લામા વધુ 07 કેસ પોઝિટિવ આવ્યાછે .જેમા નાંદોદ તાલુકામા -03કેસ , અને રાજપીપલા મા -04 કેસ મળી કૂલ 07કેસ પોઝિટિવ આવ્યા છે

જેમા નાંદોદ તાલુકાના -03 કેસમા જૂનારાજ , વાવડી અને વડિયામા કેસ પોઝિટિવ આવ્યા છે .જ્યારે રાજપીપલામા આજના 04 કેસમા કાછીયા વાડ ,રાજેન્દ્ર નગર સોસાયટી,દરબાર રોડ , અને ચોર્યાસીની વાડી વિસ્તારમા કેસો પોઝિટિવ આવ્યા છે .
જોકે રાજપીપલામા આજે ફરી 4 કેસ વધતા રાજપીપલામા રોજે રોજ વધતા જતા કેસોથી ચિંતાનો વિષય બન્યો છે .

આજના 07 કેસ પૈકી આરટીપીસીઆર ટેસ્ટના 06કેસ આવ્યા છે .અને 01કેસ રેપિડ ટેસ્ટના કેસ પોઝિટિવ આવ્યા છે .

આજે કોવીદકેર માથી કૂલ 07 દર્દીઓ સાજા થતા તમામને આજે રજા અપાઈ હતી .વડોદરા ખાતે રીફર 07 દરદીઓને રિફર કરાયા છે .

જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમા 28અને કોવીદ કેર 19અને હોમ આઇસોલેશનમા 19મળી કૂલ 56 દર્દીઓ સારવાર હેઠળછે

નર્મદા મા આજદિન સુધી મા કુલ 524પોઝિટિવ કેસ નોધાયા છે.જ્યારે આજદિન સુધીમાકોવીદ માથી 236અને કોવીદ કેર માથી 225 મળી કૂલ 461ને રજા આપી છે
આજે કુલઆરટી પીસી આર ના 36અને એન્ટીજન ટેસ્ટ ના 261 મળીકૂલ 297
ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે વડોદરા મોકલ્યા છે

આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 55256વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 41 દરદીઓ, તાવના 25 દરદીઓ, ઝાડાના 41 દરદીઓ સહિત કુલ-107 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 929883લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 435294 લોકોને વિતરણ કરાઇ છે.

.તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા