બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :
ડેડીયાપાડા ના વેપારી સાથે ચીકદા ગામ નજીકઇન્ડીયન ઓઇલનો પેટ્રોલખોલી આપવાના બહાને આપેલા 27લાખ રૂપિયા ની છેતરપિંડી ની પોલીસ ફરિયાદ
વેપારીને વિશ્વાસમાલઈ કેનેરા બેન્કના જુદા જુદા નામના ખાતા મા
રૂ 27,00,000/-(સતાવીસ લાખ) ટ્રાન્સફર કરાવીદીધા બાદ રૂપિયા લઈ ઇન્ડીયન ઓઇલનો પેટ્રોલ
પંપ ખોલાવી નહીં આપી અને આપેલ રૂપીયા પણ પરત ન આપતાં વેપારી છેતરાયા
રાજપીપલા, તા 24
ગુજરાતીમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મા મરે એ કહેવત અનુસાર ડેડીયાપાડા ના વેપારી ચીકદા ગામ નજીકઇન્ડીયન ઓઇલનો પેટ્રોલખોલી આપવાનો પાકો ભરોશો આપતાં વેપારી ભોળવાઈ જઈ કેનેરા બેન્કના જુદા જુદા નામના ખાતા મા
રૂ 27,00,000/-(સતાવીસ લાખ) ટ્રાન્સફર કરાવીદીધા હતા. આ રૂપિયા લઈ ઇન્ડીયન ઓઇલનો પેટ્રોલ
પંપ નહીં ખોલાવી આપી અને આપેલ રૂપીયા પણ પરત નહી કરી વેપારી સાથે સાથે વિશ્વાસઘાતઅને છેતરપીંડી કરતા ઇન્ડીયન ઓઇલ કોપોરેશન લીમીટેડ ત્રીજો માળ બી. વીંગ,
ફોર્ચ્યુન બીલ્ડીંગ ભારત નગર બાંદ્રા – કુલ કોમ્લેક્ષ મુબઇ મહારાષ્ટ્ર -400051ની ખોટી ઓળખ ઉભી કરનાર તથા ટેકનીકલ સોર્સ આધારે મળી આવેલ આરોપીઓ
વિરુધ્ધ તથા મોબાઈલ નંબર ધારક તેમજ બેન્ક ખાતા ધારકો ના વિરુધ્ધમાં કાયદેસર નીફરિયાદ ડેડીયાપાડા પોલીસ મથકમાં કરતા ચકચાર મચી જવા પામી છે
આ અંગે ફરિયાદી મહેંન્દ્રભાઇ સોનજીભાઇ વસાવા( ઉ.વ.૪૩ ધંધો – વેપાર તથા ખેતી રહે.ચીકદા, દેવજી ફળીયુ તા,ડેડીયાપાડા જી.નર્મદા)એ આરોપીઓ આરોપી મો.ન વાળો ઈસમ આરોપી ન-૨ તપનદાસ (રહે. બંગાળી ટોળાં મંજલી, કાલી મંદીર,રામધર
(ઝારખંડ)તથા તથા આરોપી ન:૩ રવિન્દ્રનાથ
રહે.લોહીયાનગર ,કોશી કોલેજ એન.આ.જેલ ધારા,ખાગરીયા (બિહાર)તેમજ આરોપી ન-૪ અમિતકુમાર રહે. . રામપુરા ,પટાસપૂર પૃવે મેદીનાપુરા,(પશ્ચીમ બંગાળ)સામે છેતરપિંડી ની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ફરિયાદ ની વિગત અનુસાર
તા.૦૭/૦૨/૨૦૨૦ થી તા. ૦૨/0૧/૨૦૨૧ દરમ્યાન પેટ્રોલ પંપ ચીકદા ગામથી પાંચ કીલોમીટર ના અંતરમાં ખોલવા સારૂબાંદ્રા – કુર્લા કોમ્પલેક્ષ મુબંઇ (મહારાષ્ટ્ર) ૪000૫૧એ ઈમેલ કરીમોબાઈલ ફોન કરનાર આરોપીએ મોબાઈલ
નં ઉપર થી ફરિયાદીનો સંપર્ક કરી આરોપી તપનદાસ રહે. બંગાળી ટોળાં મંજલી, કાલી મંદીર,રામઘર (ઝારખંડ) કેનેરા બેન્ક ખાતા ન- 25151o1o12029
જેનો IFSC No-CNREco08108 તથા આરોપી રવિન્દ્રનાથ રહે.લોહીયાનગર ,કોશી કોલેજ એન.આ.જેલ ધારા,ખાગરીયા (બિહાર) ના કેનેરા બેન્ક ખાતા ન-582310100%254 જેનો IFSC-CNRB0008108 તથા આરોપી અમિતકુમાર રહે. . રામપુરા ,પટાસપુર પૂર્વ મેદીનાપુરા,(પશ્ચીમ બંગાળ) ના કેનેરા બેન્ક ખાતા ન-
3291o1o07641 જેનો IFSC-CNRB0008108 માં અલગ અલગ બહાના બતાવી કુલ્લે રૂ.૨૭,00,000/-(સતાવીસ લાખ) ટ્રાન્સફર કરાવી લઈ ઇન્ડીયન ઓઇલનો પેટ્રોલ
પંપ નહીં ખોલાવી આપી કે આપેલ રૂપીયા પરત નહી કરી મારી સાથે વિશ્વાસઘાત છેતરપીંડીકરતા ડેડીયાપાડા ના વેપારીને 27લાખનો ચૂનો ચોપડી છેતરપિંડી કરતા વેપારી ની ફરિયાદ ને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા