ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ મથકના તાબામાં આવતી ઉનાવા આઉટ પોસ્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ મથકના તાબામાં આવતી ઉનાવા આઉટ પોસ્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉનાવાના સરપંચ, પંચાયતના સભ્યો, વાસણ ગામના સરપંચ, પોલીસ સ્ટાફ, ગૃહ રક્ષક દળના સભ્યો સહિત અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમયે ઉપસ્થિત લોકોએ વધુમાં વધુ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ પણ લીધો હતો.