લાંબા અરસા પછી રાજપીપલા સહીત ત્રણ તાલુકાઓમાં ભારે વરસાદથી ખેતીના પાકને મળ્યું જીવતદાન
ડેડીયાપાડા મા સાડા ત્રણ ઇંચ, નાંદોદ મા ત્રણ ઇંચ, અને ગરુડેશ્વર તાલુકામાં બે ઇંચ વરસાદ થી જળ બંબાકારની સ્થિતિ
જોકે તિલકવાડા અને સાગબારા બે તાલુકામાં નહીવત વરસાદથી ખેડૂતોમા ચિંતાનો વિષય
24કલાક મા નર્મદા ડેમની સપાટીમાં 37સેમીનો વધારો
રાજપીપલા, તા 1
નર્મદા જિલ્લા મા છેલ્લા એક મહિનાથી લાંબા અરસાથી વરસાદ ખેંચાયો હતો. જેને કારણે ખેતીના પાક ઉપર જળ સંકટ ઉભું થયું હતું. પણ કાલે રાતે રાજપીપલા સહીત ત્રણ તાલુકાઓમાં ભારે વરસાદથવાથી ખેતીના પાકને જીવતદાનમળી ગયું છે. જિલ્લા ના ત્રણ તાલુકાઓ ડેડીયાપાડા,
નાંદોદ, અને ગરુડેશ્વર તાલુકાઓમાં 2થી સાડાત્રણ ઇંચ વરસાદ થયો છે.
ડેડીયાપાડા મા સાડા ત્રણ ઇંચ(88mm), નાંદોદ મા ત્રણ ઇંચ(74mm), અને ગરુડેશ્વર તાલુકામાં બે(54mm) ઇંચ વરસાદ થી જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.જયારેઆ બે તાલુકામાં તિલકવાડા તાલુકામાં (13mm )અને સાગબારા તાલુકામાં (7mm)ઓછો વરસાદ થયો છે.
જેને કારણે ત્રણ તાલુકમાં ખેતી લાયક વરસાદથી કપાસ, ડાંગર, સોયાબીન, કેળ, શેરડી, શાકભાજી ના પાકને જીવતદાન મળ્યું હતું જેનાથી ખેડૂતોને રાહત મળી હતી.
નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 37સેમી નો વધારો નોંધાયો છે. નર્મદા ડેમની સપાટી 116.63મીટર ની ધાઈ છે. કરજણ ડેમ 105.35મીટરનોંધાઈ છે. મધ્યપ્રદેશમાંથી 18000ક્યુસેક નર્મદા મા આવી રહ્યુંછે. ડેમોની સપાટી પણ વધી રહી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા