બ્રેકીંગ ન્યૂઝ નર્મદા:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
ડ્રીમ પ્રોજેકટ સી-પ્લેન પ્રોજેકટ
છેલ્લા અઢી મહિનાથી બંધથઈ જતા ઉઠેલા સવાલો સામે સાંસદ મનસુખભાઇ વસાવાએ કહ્યું ઝડપથી સી પ્લેન સેવા ચાલુ કરવા સરકાર મા રજુઆત કરશુ
કોરોના મહામારીમા સમગ્ર વિશ્વ ડિસ્ટર્બ થયું છે. જેને કારણે આ પ્રોજેક્ટ પણ ડિસ્ટર્બ થયો છે.રીપેરીંગ થયાં પછી ફરીથી ચાલુ ચાલુ થશે-સાંસદ મનસુખભાઇ વસાવા
આજે અઢી મહિના થયા પણ
માંડ ૨૦થી ૨૫ ઉડાનો
ભરીને સી-પ્લેન મેઇન્ટેનન્સ
માટે માલદિવ્સ મોકલાયું હતુંતે સેવા બંધ છે
રાજપીપલા, તા 27
કેવડિયા કોલોની ખાતે થોડા વખત પહેલાજ શરુ કરેલી ડાપ્રધાન નરેન્દ્ર મોદીના
ડ્રીમ પ્રોજેકટ સી-પ્લેન પ્રોજેકટ
છેલ્લા અઢી મહિનાથી બંધ થઈ જતા અનેક તર્ક વિતરકો શરૂ થયાં છેઆ અંગે નર્મદા કોંગ્રેસે પ્રતિક્રિયાઆપી સરકાર ના કરોડોના આંધણ કરવા છતાં અધવચ્ચેથી પ્લેન સેવા ખોરવાઈ જતા સરકાર ને આડે હાથે લીધા હતા ત્યારે સામે ભાજપના સિનિયર નેતા અને ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએપણ બંધ પડેલી સીપ્લેન સેવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.જેમાં
સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવસાન તરીકે વિશ્વમા સ્થાન પામ્યું છે તેમાં સરકારે ઘણા પ્રોજેટક અમલી બનાવી છે એમાં સી પ્લેન સેવા પણપ્રવાસીઓ માટે સુંદર ચાલુ કરી હતી. જે સપ્તાહમાં 3 દિવસ અમદાવાદથી કેવડિયા ચાલતી હતી.પરંતુ કોઈ ટેક્નિકલ ખામી સર્જાતા તેને રીપેરીંગ માટે માલદિવ મોકલવા મા આવ્યું છે.તેમાં આ કોરોનાની મહામારીને કારણે વિશ્વના લોકો ડિસ્ટર્બ થઈ ગયા છે.એમાં આ પ્રોજેક્ટ પણ થોડો ડિસ્ટર્બ થયો છે.પણ રીપેરીંગ થઈને ખુબ જલ્દી આ સી પ્લેન સેવા પ્રવાસીઓને મળશે તે માટે અમે આવનારા દિવસોમાં સરકાર મા રજૂઆત કરીશું. એવી હૈયા ધારણ સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે આપી હતી. હવે એ જોવું રહ્યું કે આ સેવા પુનઃ ક્યારે શરૂ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૫૦ વર્ષ જૂનું સી પ્લેન રિપેર
કરીને ચલાવાતું સી પ્લેન ગત એપ્રિલ મહિનાના પ્રથમ વીકમાં છેલ્લેસી-પ્લેને ઉડાન ભરી હતી,ત્યાર બાદ માલદિવ્સ મેન્ટેનન્સ માટે ગયું હતું જે હજી સુધી હજુ પરત ફર્યું
નથી
છેલ્લે સી-પ્લેન ૮ એપ્રિલ-
૨૦૨૧ના રોજ અમદાવાદથી
કેવડિયા આવ્યું હતું
વારંવાર મેઇન્ટેનન્સ બાદ છેલ્લે
સી-પ્લેન ૮ એપ્રિલ-૨૦૨૧ના
રોજ અમદાવાદથી કેવડિયા
આવ્યું હતું. ત્યાર બાદ ૧૭
એપ્રિલ ૨૦૨૧ના રોજ સી-
પ્લેન અમદાવાદથી માલદિવ્સ
ગયું તે હજી પરત આવ્યું જ
નથી. કોરોના કાળમાં સેવા બંધ
થઇ તે ફરી ચાલુ થઇ નથી.
આજે અઢી મહિના થયા પણ
માંડ ૨૦થી ૨૫ ઉડાનો
ભરીને સી-પ્લેન મેઇન્ટેનન્સ
માટે માલદિવ્સ મોકલાયું હતું
હાલ રાજ્યમાં કોરોનાના
કેસમાં ઘટાડો થતાં મુલાકાતી
ઓ માટે કેવડિયા ખોલી દેવાયું
છે. છતાં સી-પ્લેન ત્રણ મહિને
પણ પરત નથી આવ્યું. હવે
કોરોના કેસ ઘટયા છે ત્યારે પ્રવાસીઓ માટેસત્વરે આ સેવા ચાલુ થાય એ માટે પ્રવાસીઓ પણ માંગ કરી રહ્યા છે.
આ અંગે મળતી વિગત અનુસાર ચોમાસામાં પણ સી પ્લેન સેવા શરૂ નહિ થાય કારણ કે આ વિસ્તારમાં પવન અને વાદળછાયું વાતાવરણ હોય છે.જેના કારણે ચોમાસામાં સી પ્લેન સેવા નહિ શરૂ થાય ઉપરાંત કોરોનાંની ત્રીજી વેવ પણ આવશે એવી આગાહી પણ છે.ત્યારે તે પરિસ્થિતિ જોયા બાદ જ સી પ્લેન શરૂ થશે એટ્લે હાલ તો આ સેવા શરૂ થાય તેવી કોઈ શકયતાઓ નથી.અત્યારે કેવડિયા આવેલું સી પ્લેન માલદિવમાં છે.એ સત્વરે રીપેર થઈને પાછુ આવે એવુ પ્રવાસીઓ ઈચ્છીરહ્યા છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા