મર્ડર કેસના ચાર આરોપીઓ ને ઝબ્બે કરતી નર્મદા LCB અને તિલકવાડા પોલીસનું ઑપરેશન

નર્મદામા મર્ડર કેસને અકસ્માતમોત ના કેસ મા ખપાવનારા મર્ડર કેસના ચાર
આરોપીઓ ને ઝબ્બે કરતી
નર્મદા LCB અને તિલકવાડા પોલીસનું ઑપરેશન


પહાડ ગામના પુલ પાસે
આરોપીઓએ સનાભાઇનને માથામાં તિક્ષ્ણ હથિયાર વડે મર્ડર કરી અકસ્માતમાં ખપાવી દેવાના ઈરાદે એકટીવા મોટરસાયકલ હાઈવે રોડ ઉપર નાખી દઈ મર્ડરકેસને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ

પોલીસે હથિયાર, સોનાની ચેન અને મોબાઈલ ફોન રિકવર કર્યા

રાજપીપલા, તા 11

નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા ના પહાડ ગામના મર્ડર કેસને અકસ્માતમોત ના કેસ મા ખપાવનારા મર્ડર કેસના ચાર આરોપીઓને નર્મદા LCB અને તિલકવાડા પોલીસે ઑપરેશન કરીને ઝડપી પાડ્યું છે.જેમાં પહાડ ગામના પુલ પાસેઆરોપીઓએ સનાભાઇનને માથામાં તિક્ષ્ણ હથિયાર વડે મર્ડર કરી અકસ્માતમાં ખપાવી દેવાના ઈરાદે એકટીવા મોટરસાયકલ હાઈવે રોડ ઉપર નાખી દઈ મર્ડરકેસને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરતા
પોલીસે અનડિટેકટ મર્ડર કેસ ને ડિટેક્ટ કરી ચાર આરોપીઓને ઝબ્બે કરી પોલીસે હથિયાર, સોનાની ચેન અને મોબાઈલ ફોન રિકવર કર્યાછે


હિમકરસિંહ પોલીસ અધિક્ષક દ્વારા આપેલી સૂચનાના પગલે કેવડીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વાણી મેડમની નિગરાની માં LCB વિભાગના M.A પટેલ LCB ટીમ સાથે તેમજ કેવડીયા વિભાગના ઇન્ચાર્જ CPI પીટી ચૌધરી અને તિલકવાડા પોલીસ સ્ટેશનના PSI એમ.બી વસાવા અને C.M ગામીત પોલીસ કાફલા સાથે પહાડ ગામના પુલ પાસે સનાભાઇ નાનાભાઈ બારીયા નાઓ ને કોઈ અગમ્ય કારણોસર માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી અકસ્માતમાં ખપાવી દેવાના ઈરાદે એકટીવા મોટરસાયકલ સાથે હાઈવે રોડ ઉપર નાખી દીધેલ. જે ગુનો તારીખ 9 / 7 /2021 ના રોજ દાખલ થયો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન પ્રથમ દ્રષ્ટિએ જ મર્ડર કેસ થયેલ હોવાનું જણાઇ આવતા તમામ અધિકારીઓએ ઘનીષ્ઠ તપાસ આદરી હતી.

આ ગુનાના કામે ટેકનિકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીના આધારે LCB ટીમને માહિતી મળી હતી. જેમાં (1) અલતાફખાન ઝાકીરહુસેન ઘોરી (2) સદ્દામહુસેન ઝાકીરહુસેન ઘોરી (3) અશરફખાન રસુલખાન ઘોરી (4) અન્ય એક કિશોર (તમામ રહે ચુડેશ્વર )એ આ મર્ડર કરેલો હોવાની ચોક્કસ બાતમી મળતા બાતમીના આધારે આ ચારેય આરોપીઓને યુક્તિ-પ્રયુક્તિ થી પૂછપરછ કરી હતી. જેમાં તેઓએ અગાઉ ઝઘડાની અદાવત રાખીને આ મર્ડર કરેલ હોવાની કબૂલાત કરતાં આરોપીઓએ મર્ડર કેસમાં વાપરેલ હથિયાર તેમજ મરનાર શનભાઈની સોનાની ચેન અને નાખી દીધેલ મોબાઇલ ફોનને રિકવર કરી ગણતરીના કલાકોમાં મર્ડરના અનડીટેકટ ગુના ને ડીટેકટ કરીને તમામ આરોપીની અટક કરી તિલકવાડા પોલીસ સ્ટેશનમાં લાવ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા