રાજપીપલા કેવડિયા સહિતનર્મદામા વડ સાવિત્રી પૂનમ ની ઉજવણીકરાઈ
સૌભાગ્યવતી મહિલાઓએ
પતિના દીર્ઘાયુ માટે વ્રત કર્યું
રાજપીપલા, તા 25
રાજપીપલા, કેવડિયા સહિત નર્મદામા વડ સાવિત્રી પૂનમની ઉજવણી સૌભાગ્યવતી મહિલાઓએ કરીહતી. અને
પતિ ના દીર્ઘાયુ માટે વ્રત કર્યુંહતું. માસ્ક પહેરીને વડ ને સુતર ના તાતણા બાંધી પૂજન કર્યું હતું. રાજપીપલા ખાતે મઁદિરમાં તથા કેવડિયા ખાતે
નર્મદા કોલોનીના નર્મદેશ્વર મહાદેવના મંદિરે વડ સાવિત્રી ની પૂજા ખૂબ ધૂમધામથી કરવામાં આવી હતી. જેઠ
માસની પૂનમ એ વટસાવિત્રી તરીકે ઉજવવાનો અનોખો મહિમા રહેલો છે આ દિવસે
સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દિર્ધાયુષ્ય માટે વટસાવિત્રીનું વ્રત કરી ઉપવાસ કરે છે
અને વડની પૂજા કરે છે. ત્યારે નર્મદા જિલ્લામાં સૌભાગ્યવતી બહેનોનવા વસ્ત્રો પરિધાન કરી ઉપવાસ રાખી ભોલે નાથની પૂજા કરી હતી.શિવ મંદિરો તેમજ વડલાના ઝાડે જઈ શાસ્ત્રોઉચ્ચાર વિધિ સાથે વ્રતની પૂજા
કરી હતી. જેમાં વ્રતધારી બહેનો અબીલ-ગુલાલ, કંકુ-ચોખા અને ફૂલો અને જળ ચઢાવી વડનું
પૂજન કરી બાદમાં વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીટાળી પ્રદક્ષિણા કરી પતિના દીર્ધાયુષ્ય માટે
પ્રાર્થના કરી હતી
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા