ગુજરાતમાં લાંબા સમયે શિક્ષકોને ભણતરને લગતું કામ સોંપાયું.

અમદાવાદઃ એક શિક્ષકનું કામ બાળકોનું શિક્ષણ અને ઘડતર કરવાનું કામ હોય છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષકો પાસે શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ સિવાયના કામો વધારે સોંપવામાં આવતા હતા. જેના કારણે શિક્ષકો તણાવ પણ અનુભવતા હતા. શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમોને બાદ કરતા લાંબા સમય બાદ શિક્ષકોને ભણતરને લગતું કોઇ કામ સોંપવામાં આવ્યું છે. હવે શિક્ષકોએ પોતાના વિસ્તારમાં નિરક્ષર બાળકો અને લોકોને શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી કહી શકાય કે અત્યારસુધી શિક્ષકોને ‘કોર્સ’ બહારના જ કામો સોંપવામાં આવતા લાંબા સમયે તેમના વ્યવસાય અનુરૂપ કામ તેમને સોંપવામાં આવ્યું છે.