31 ડિસેમ્બર અંગે અમદાવાદ પોલીસે લીધો મહત્વનો નિર્ણય

અમદાવાદ: અમદાવાદ પોલોસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને પોલીસની જાહેરાત કરવામાં આવી છે. ડીસીપી કંટ્રોલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધાર્મિક પ્રસંગો ની કોઈ ઉજવણી થઈ નથી. અને લોકોનો સહકાર મળ્યો..કોરોના ને લઈને 9 વાગે કરફ્યુ અમલમાં છે અને રહેશે. 31 ડિસેમ્બર માં ઉજવણી કરી શકાશે નહીં..જો કોઈ ઉજવણી કરશે કે નિયમ નું પાલન નહીં કરે તો ગુનો નોંધાશે..9 વાગે પહેલા ઉજવણી કરી શકાશે.. એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટ પર બંદોબસ્ત રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.