બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :
રાજપીપળા પાસે ના કરજણ ડેમ ખાતે ઉપરવાસ માંથી પાણી ની ભારે આવક થતાં 26 હજાર કયુસેક પાણી નદીમા છોડાયુ:ચાર ગેટ ખોલાયા
ડેમ ખાતે 1 લાખ કયુસેક પાણીની આવક થતા તંત્ર સાબદુ બન્યુ:6ગામોને સાવધ કરાયા
ડેમ ના ચાર દરવાજા 1.2 મીટર સુધી ખોલાયા- કરજણ નદી બે કાંઠે વહેતી થઇ
વીજ ઉત્પાદન કરતા 1.5 મેધા વૉટ નુ એક યુનિટ ચાલુ કરી વીજ ઉત્પાદન પણ શરુ કરાયુ
રાજપીપલા, તા21 ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી ગણાતા કરજણ ડેમમા
ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં કરજણ ડેમની આવક વધી જવા પામી હતી. જેનાં પગલે આજે ચોમાસુ સીઝનમા પહેલી વાર ડેમ સત્તાવાળાઓને કરજણ ડેમના 4ગેટ ખોલવાની ફરજ પડીહતી.કરજણ ડેમમા 1 લાખ કયુસેક પાણીની આવક થતા ડેમ ની જળસપાટી મા વધારો નોંધાયો હતો હાલ ડેમની સપાટી 113.84મીટરે પહોચી છે.આજરોજ ડેમ ના ચાર દરવાજા 1.2 મીટર સુધી ખોલાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેમાં સાવચેતી ના આજુબાજુ ના કાંઠા વિસ્તારના ચાર ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું છે.
કરજણ ડેમમાંથી પાણી છોડાતા
કરજણ નદીમા નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઇ હતી. સાવચેતીના પગલાં રુપે નીચાણવાળા વિસ્તારોમાં નદી કિનારે ના ગામો રાજપીપળા સહિત ભદામ, હજરપરા, ભચરવાડા, ભુછાડ, ધાનપોર , ધમણાચા સહિત નાઓ ને સાબદા કરાયા હતા.
આજે ડેમના કેચમેનટ એરિયામાં ભારે વરસાદ પડતા ડેમ ખાતે ઉપરવાસ માંથી પાણી ની ભારે આવક થતાં ડેમ હાલ ડેમનું રુલ લેવલ 113.75મીટર થી વધી ને જળસપાટી 113.84મીટર ની ઉંચાઈએ પહોંચી ગઈ હતી.તેથી ડેમના રુલ લેવલ જાળવવા ડેમ સતતાધિશો ને ડેમ માથી પાણી છોડવાની ફરજ પડી હતી હોવાનું નાયબ કાર્યપાલક ઈજનેર પ્રતીક સહાનેએ જણાવ્યું હતું. કરજણ ડેમ સતતાધિશો તરફથી મળતી માહિતી અનુસાર કરજણ ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા છેલ્લા 3 દિવસ થી ડેમ ની જળસપાટી મા સતત વધારો નોંધાયો હતો, ડેમ ખાતે 1 લાખ કયુસેક પાણી ની આવક થતા ડેમ ની જળસપાટી મા વધારો નોંધાયો હતા. હાલ ડેમ માથી કરજણ નદી મા 26000 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું.જયારે પાણીની આવક 33000ક્યુસેક છે.ડેમમાં પાણી નો જથ્થો 473.79મિલિયન ઘન મીટર છે એ જોતા કરજણ ડેમ આજે 92.39%ભરાઈ જતા ડેમને હાઈ એલર્ટ કરાયો છે હાઇડ્રોપાવર પણ ચાલુ કરી દેતા વીજ ઉત્પાદન પણ શરૂ થઈ જતા દૈનિક 70હજાર યુનિટ વીજઉત્પાદન શરૂ થયું છે.
હજી પણ ઉપરવાસમાં વરસાદ ચાલુ હોવાથીઅને બે દીવસ સુધી ભારે વરસદાની આગાહી
હોવાથી સતત બે દીવસ વરસાદ ચાલુ રહે તો ડેમ સત્તાવાળાઓએ આ વર્ષે ચોમાસામાં ડેમ ૧૦૦%ભરાવાની
શક્યતા ડેમ સત્તાવાળાઓ વર્ણવીહતી.
ડેમમાં સારી આવક થતા ભરુચ નર્મદાના ખેડૂતો ખુશખુશાલ છે કારણકે કરજણ ડેમ ભરા નર્મદાના ખેડૂતોની
જીવાદોરી હોવાથી કરજણના નવા નીરથી કેળા, શેરડી, કપાસ જવા પાકને ખુબજ ઉપયોગી હોવાથી આ પાકનું
ઉત્પાદનવધી જશે ઉપરાંત પક્ષીઓ, જીવજંતું અને મનુષ્યને પીવાના પાણીની સમસ્યા હલ થશે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા