રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના સહિત રૂ.૨,૦૭,૦૦૦/-ની મતાની ચોરીની ફરિયાદ

રાજપીપલા નજીક આવેલ વડીયાગામની
શ્યામવિલા સોસાયટીના બે ઘરોના તાળા તૂટ્યા

મોડી રાતે તસ્કરોએ મચાવ્યો તરખાટ

રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના સહિત રૂ.૨,૦૭,૦૦૦/-ની મતાની ચોરીની ફરિયાદ

રાજપીપલા, તા 6

રાજપીપલા નજીક આવેલ વડીયાગામની
શ્યામવિલા સોસાયટીના બે ઘરોના તાળા મોડી રાતે તૂટ્યાહતા જેમાં મોડી રાતે તસ્કરોએઘરમાંઘુસી તિજોરી તોડી તેમાંથી
રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના સહિત રૂ.૨,૦૭,૦૦૦/-ની મતાની ચોરી કરી નાસી જતા રાજપીપલા પોલીસ મથકમાં ચોરી ની ફરિયાદ ફરીયાદી
વિનીતભાઇ બાબુભાઇ પટેલ (ઉ.વ.૨૭ ધંધો.નોકરી હાલ રહે.મકાન નં-૩ર શ્યામવિલા સોસાયટી વડીયાગામ
તા.નાંદોદ) જી.નર્મદા મુળ રહે.બી-૯૬ બાલાજી બંગ્લોઝ વુમન્સ આઇ.ટી.આઇ નજીક અલથાન ભીમરાડ મેઇન રોડ
સુરત શહેર)એ ફરિયાદ નોંધાવી છે
બનાવની વિગત અનુસાર વડીયા ગામે શ્યામવીલા
સોસાયટીમા કોઇ ચોર ઇસમોએ ફરીયાદીના મકાનના મુખ્ય દ્વાર પર કોઇ સાધન વડે નકુચો કાપી નકુચોવાળી દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરી ઘરની તીજોરીના બન્ને દરવાજા વચ્ચે સળીયા જેવા કોઇ સાધન નાખી દરવાજો ખોલી તીજોરીના લોકરનો દરવાજો તોડી તેની
અંદરના સીકરેટ લોકરમા પ્લાસ્ટીકની થેલીમાં મુકેલ રોકડા રૂપિયા.૧,૫૦,૦૦૦/- (અંકે રૂપિયા દોઢ લાખ) તથા તીજોરીમા નીચે કાપડમાં કવરમાં મુકેલ રોકડા
રૂપિયા.૫૦,૦૦૦/-ની મતાની ચોરી કરી તેમજ કાંતીભાઇ સુકલાલભાઇ ચૌધરીના મકાનના દરવાજાના નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તીજોરીના લોકરમાં
મુકેલ ચાંદીના સાંકળા જોડ-૧ આશરે ૧૦૦ ગ્રામ વજનના કિ.રૂ.૫૦૦૦/- તથા ગલ્લામાં મુકેલ આશરે રૂપિયા.૨૦૦૦/- (અંકે રૂપિયા બે હજાર પુરા)ની મતા મળી કુલ
રૂપિયા.૨,૦૭,૦૦૦/- (બે લાખ સાત હજાર)ની ચોરી કરીનાસી જતા રાજપીપલા પોલીસે કાયદેસરની કાર્યવાહીહાથ ધરી તપાસ આદરી છે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા