એ.સી.બી.ની સફળ ટ્રેપ

*એ.સી.બી.ની સફળ ટ્રેપ*

ફરીયાદી : એક જાગૃત નાગરિક

આરોપી : મોહનભાઇ શંભાજી ગુલાલે, આસીસ્ટન્ટ લાઇનમેન, વર્ગ-૩, નિઝર ડીજીવીસીએલ, તા.નિઝર જી.તાપી.

ગુનો બન્યા : તા. ૦૨/૦૭/૨૦૨૧

લાંચની માંગણીની રકમ : રૂપિયા ૫,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ : રૂપિયા ૫,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૫,૦૦૦/-

ગુનાનુ સ્થળ : નિઝર જુના બસ સ્ટેન્ડ, બજારમાં જાહેર રોડ ઉપર

ગુનાની ટૂંક વિગત : આ કામના ફરીયાદીશ્રીને ડીજીવીસીએલ કંપનીમાં ટ્રાન્સફોર્મર રીપ્લેસમેન્ટ કોન્ટ્રાકટ મળેલ છે. આ કામના આરોપી નિઝર તાલુકાના ડીજીવીસીએલમાં ઇલેકટ્રીક મટીરીયલ્સ ઇસ્યુ કરવાનો સ્ટોર રૂમ સંભાળતા હોવાથી તેમજ મટીરીયલ ઇશ્યુ કરવા માટેનો ઓનલાઇન એમ.આર. અને સી.આર. નંબર વ્યારા ડીજીવીસીએલ માંથી ઇશ્યુ થાય છે જે માટે જરુરી પેપરવર્ક આરોપીએ કરવાનું હોય છે. આ કામના આરોપીએ ફરીયાદીના કામને લગત પેપરવર્ક કરવાના અવેજપેટે રૂ.૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તા.૦૧/૦૭/૨૦૨૧ ના રોજ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ છે.

નોંધ : ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટ્રેપીંગ અધિકારી : સુ.શ્રી એસ.એચ.ચૌધરી, પો.ઇન્સ., તાપી એ.સી.બી. પો.સ્ટે. વ્યારા તથા એ.સી.બી. સ્ટાફ


સુપર વિઝન અધિકારી – શ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.