બંધ મકાનના તાળા તૂટ્યા, તિજોરી તોડી .રૂ.૮૪,૨૦૦/-ની કિંમત ના સોના ચાંદીના દાગીનાની ચોરી

નાંદોદ તાલુકના વાવડી ગામે ઘરફોડ ચોરી

બંધ મકાનના તાળા તૂટ્યા, તિજોરી તોડી .રૂ.૮૪,૨૦૦/-ની કિંમત ના સોના ચાંદીના દાગીનાની ચોરી

રાજપીપલા, તા 15

નાંદોદ તાલુકના વાવડી ગામે ઘરફોડ ચોરીની ફરિયાદ રાજપીપલા પોલીસ મા નોંધાઈ છે. જેમાં બંધ મકાનના તાળા તોડી તિજોરી તોડી .રૂ.૮૪,૨૦૦/-ની કિંમત ના સોના ચાંદીના દાગીનાની ચોરીકરી તસકારોએ તરખાટ મચાવ્યો હતો.

આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરીયાદી હાર્દિકભાઇ ઉમેદભાઇ વસાવા ( રહે,વાવડી સડક ફળિયુ. તા.નાંદોદ જિ.નર્મદા એ કોઇ અજાણ્યો ચોર ઇસમ સામે ફરિયાદ કરી છે
ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી હાર્દિકભાઇ
પોતાની પત્ની સાથે તા.૧૩/૦૬/૨૦૨૧ ના રાત્રીના આશરે અગિયાર વાગે પોતાનું મકાનનો મુખ્ય દરવાજે તાળુ
મારી મકાનના પ્રથમ માળે સુવા માટે ગયેલા અને અગિયારેક વાગે સુઇ ગયેલ હતા. અને તા.૧૪/૦૬/૨૦૨૧ ના સવારના છ વાગે ઉપરના માળેથી નીચે આવતા
ફરીયાદીના રહેણાંક મકાનના મુખ્ય દરવાજાનો તાળુ તોડી નાખી મકાનમાં પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલ તિજોરીનું લોક તોડી અંદરના ડ્રોવરનું લોક તોડી તેમાં મુકેલ સોના-
ચાંદીના દાગીના કિં.રૂ.૮૪,૨૦૦/- ની મત્તાની ચોરી કરી નાસી જતા રાજપીપલા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ આદરી છે

તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા