જીતનગર ગામની સગીર કન્યાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ઇચ્છા વિરૂધ્ધ શારિરીક સબંધ બાંધ્યા પછી લગ્નનો ઇન્કાર કરતા ચકચાર

જીતનગર ગામની સગીર કન્યાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ
આપી
ઇચ્છા વિરૂધ્ધ શારિરીક સબંધ બાંધ્યા પછી લગ્નનો ઇન્કાર કરતા ચકચાર

સગીર કન્યાને લાગી આવતા માથુ ધોવા માટેનું વાટીકા સેમ્પનુ પાઉચ તોડીને પી જઇ આત્મ હત્યાનો પ્રયાસ કરતા ચકચાર
આરોપી સામે પોલીસ ફરિયાદ
રાજપીપલા, તા 28
જીતનગર ગામની સગીર કન્યાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ
આપીઇચ્છા વિરૂધ્ધ શારિરીક સબંધ બાંધ્યા પછી લગ્નનો ઇન્કાર કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં
સગીર કન્યાને લાગી આવતા માથુ ધોવા માટેનું વાટીકા સેમ્પનુ પાઉચ તોડીને પી જઇ આત્મ હત્યાનો પ્રયાસ કરતા
આરોપી સામે રાજપીપલા પોલીસમથકે ફરિયાદ નોંધાઈ છે


ફરીયાદી સગીર કન્યાએ આરોપી
અલ્પેશભાઈ કૃષ્ણભાઈ વસાવા (રહે.જીતનગર નવીનગરી તા.નાદોદ, જી.નર્મદા)સામે ફરિયાદ નોંધી છે

ફરિયાદની વિગત અનુસાર ભોગ બનનાર કન્યા સગીરવયની હોવાનું જાણવા છતા આરોપી અલ્પેશભાઈ કૃષ્ણભાઈ વસાવા પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ
આપી ભોગ બનનાર ફરીયાદીને ઉંઘમાંથી જગાડી પોતાના ઘરે લઇ જઇ તા.૨૮/૧૨/૨૦૨૦ના ર થી તા.૨૦/૦૫/૨૦૨૧ સુધી રાખી લગ્ન કરવાની લાલચ આપી ફરીયાદીની ઇચ્છા વિરૂધ્ધ શારિરીક સબંધ બાંધી આરોપીએ “તારી સાથે લગ્ન નથી કરવા નથી” તેમ
જણાવી ભોગબનારને તેના ઘરે મોકલી આપીહતી.તે બાદ પણ આરોપીએ ભોગ બનનાર ફરીયાદીને લગ્ન કરવા માટેનો વિશ્વાસ આપી તા.૨૬/૦૫/૨૦૨૧ના રાતનાભોગ બનનાર ફરીયાદીબેનને આરોપીનો મોબાઈલ નંબર ઉપર સંપર્ક સાધતા આરોપીએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પડી ગુન્હાહીત વિશ્વાસઘાત કરતા ભોગ
બનનારને મનમાં લાગી આવતા પોતાના રહેણાંક ઘરની ઓસરીના ભાગે માથુ ધોવા માટેનું વાટીકા સેમ્પનુ પાઉચ તોડીને પી જઇ આત્મ હત્યાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા