આજે જ્યાં બચ્ચન નો જનમદિવસ, સોશ્યલ મીડિયામાં ચાહકોએ શુભેચ્છાઓ પાઠવી.

જયા લગ્ન વિશે કોણ નથી જાણતુ. બિગ બી અમિતાભની પત્ની સિવાય પણ તે વ્યક્તિગત રીતે ઘણી સિદ્ધિઓ ધરાવે છે. જયા બચ્ચનનો આજે જન્મદિવસ છે. 9 એપ્રિલ 1948ના રોજ જન્મેલી જયા બચ્ચને માત્ર 15 વર્ષની વયે એક બંગાળી ફિલ્મ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી

જયા બચ્ચને વધુ ફિલ્મોમાં કામ નથી કર્યું પરંતુ જેટલી પણ તેમની ફિલ્મો છે તે દરેકમાં તેમણે પોતાનો યાદગાર અભિનય આપ્યો છે. તેમની યાદગાર ફિલ્મોમાં ચુપકે ચુપકે, અનામિકા, સિલસિલા વગેરે છે. તેમના જીવનની એક કડવી હકીકત એ છે કે તેઓ જ્યારે કેરિયરના ટોચ પર હતી ત્યારે તેમણે બોલીવુડમાં સંઘર્ષ કરી રહેલ અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા. આજે કોઈપણ યુવતી લગ્ન માટે પોતાનુ કેરિયર છોડતી નથી. પરંતુ જયા બચ્ચને પોતાના સુખી લગ્ન જીવનની ઈચ્છા રાખતા બોલીવુડને તિલાંજલી આપી દીધી.
સોર્સ. વાઇરલ.