કોરોના કાળમા નર્મદાનાદિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રેસ ક્લબ નર્મદાએ રાજપીપલા ઉપરાંત તિલકવાડા અને ડેડીયાપાડા હોસ્પિટલમા ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરી સેવાદિવસ ઉજવ્યો

કોરોના કાળમા નર્મદાના
દિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રેસ ક્લબ નર્મદાએ રાજપીપલા ઉપરાંત તિલકવાડા અને ડેડીયાપાડા હોસ્પિટલમા ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરી સેવાદિવસ ઉજવ્યો

ડેડીયાપાડા સી એચ સી સેન્ટર મા 35 દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનુ કર્યું વિતરણ

તિલકવાડા આરોગ્ય કેન્દ્રના દર્દીઓને પણ ફ્રૂટ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું

રાજપીપલા, તા 13

કોરોના કાળમા નર્મદાના
દિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને પ્રેસ ક્લબ નર્મદાએ
દિવંગત પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા રાજપીપલાસિવિલ હોસ્પીટલ ખાતે ઉપરાંત ડેડીયાપાડા અને તિલકવાડા હોસ્પિટલમા ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરી સેવાદિવસ ઉજવ્યોહતો.

જેમાં રાજપીપલા સિવિલ હોસ્પીટલ ખાતે દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનુ કર્યું વિતરણ કરીવિતરણ કરી પ્રેસ ક્લબ ના ત્રણ દિવંગત પત્રકારો સ્વ. યોગેશ સોની, સ્વ. સતીશ કપ્તાન, અને યોગેશ વસાવાત્રણે સદસ્યોની સ્મૃતિમા શ્રદ્ધાંજલિના ભાગ રૂપે સેવા દિવસ ઉજવી દિવંગત પત્રકાર સદસ્યોને સાચી શ્રદ્ધાંજલિ પાઠવ્યા બાદ
પ્રેસ ક્લબ ના સદસ્યોએ તિલકવાડા અને ડેડીયાપાડા હોસ્પિટલમા ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરી સેવાદિવસ ઉજવ્યો હતો.
જેમાં ડેડીયાપાડા ખાતે સી એચ સી સેન્ટરમા પ્રેસ ક્લબના સદસ્ય મનીષ પટેલ, પરેશ બારીયાતથા તેમની સાથે એ એન બારોટ વિદ્યાલય ના આચાર્ય યોગેશ ભલાણીએ પણ ઉપસ્થિત રહી પ્રેસ ક્લબ નર્મદાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.

જયારે કોરોનાકાળ માં નર્મદા જિલ્લાના ત્રણ દિવંગત પત્રકારો ને શ્રદ્ધાંજલિ પાઠવવા
તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચીને હોસ્પિટલ ના દર્દીઓને કેળા સફરજનઅને બિસ્કિટનુંવિતરણ કરવામાં આવ્યુંહતું

તિલકવાડાખાતે આરોગ્ય કેન્દ્રમાં પ્રેસ ક્લબ નર્મદા ના ઉપપ્રમુખ છગનભાઇ વણકર તથા તેમની સાથે તિલકવાડાના અન્ય પત્રકારો રાજેશભાઈ ચૌહાણ, વસીમભાઈ મેમણ સહીત તિલકવાડા આરોગ્ય કેન્દ્રના તબીબ આર જે રંજન સહિત અન્ય સ્ટાફે ત્રણેય પત્રકાર બંધુઓની સક્રિય કામગીરીને બિરદાવી તેમના દુઃખદ નિધન બદલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતાતથા
તિલકવાડા તાલુકાના પત્રકારોએ તેઓના દુઃખદ અવસાન બદલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી બે મિનિટ નું મૌન પાડીને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

આ આગાઉ રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રેસ ક્લબ નર્મદા ના પ્રમુખ દીપક જગતાપ, મંત્રી આશિક પઠાણ, ઓડિટર જ્યોતિ જગતાપ અને સદસ્ય વિપુલ ડાંગીએ દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનુ વિતરણ કરી દર્દીઓ ના ખબર અંતર પૂછી તેમને જલ્દી સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમા નર્મદાના
ત્રણ દિવંગત યુવા પત્રકારોના અવસાન થતાં સદગત ના માનમાં નર્મદાના કૂનબારખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રેસ ક્લબ નર્મદાના સર્વે પત્રકાર સદસ્યોએ પુષ્પાંજલિ અર્પી મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિપાઠવી હતી
આ પ્રસંગે પ્રેસ ક્લબના ત્રણે સદ્દગત પત્રકારોની સ્મૃતિમા જિલ્લના તમામ તાલુકા મથકોએ હોસ્પિટલમા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જેનાભાગ રૂપે રાજપીપલા, ડેડીયાપાડા અને તિલકવાડા ખાતે સિવિલ હોસ્પિટલ મા દરેક વોર્ડમા પહોંચી ફ્રૂટ અને બિસ્કિટનુ વિતરણ કર્યું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા