એક મૈં સૌ કે લિયે – ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી ખાતે NCC નિદેશાલય દ્વારા આ પહેલની શરૂઆત કરવામાં આવી.

એક મૈં સૌ કે લિયે – ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી ખાતે NCC નિદેશાલય દ્વારા આ પહેલની શરૂઆત કરવામાં આવી.


અમદાવાદ: #EkMaiSauKeLiye પહેલ ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી NCC નિદેશાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. તેના નામ પ્રમાણે જ આ સમગ્ર વિચાર તેના મૂળ શબ્દો “Ek Mai Sau Ke Liye” પર આધારિત છે. ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી NCCના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરે આ પહેલની મૂળ પરિકલ્પના કરી છે જેઓ લેહ, લદાખમાં બે વર્ષ સુધી ફરજ નિભાવ્યા બાદ હમણાં જ પરત ફર્યાં છે. આ અભિયાન એક અનન્ય પહેલ છે જેમાં રાજ્યમાં ઘણી મોટી સંખ્યામાં NCCના કેડેટ્સે રાષ્ટ્રના એક જવાબદાર અને શિસ્તપૂર્ણ નાગરિક તરીકે પોતાને તૈયાર કર્યા છે અને તેઓ જે સમાજમાં રહે છે તેના પ્રત્યે પોતાનું સામાજિક ઋણ અદા કરવા માટે આગળ આવ્યા છે. હાલમાં તેઓ કોવિડ-19 મહામારીની તીવ્ર અસરો હેઠળ સેવા આપી રહ્યાં છે.
આ અભિયાનનો પ્રારંભ મે 2021માં કરવામાં આવ્યો છે જેનો તબક્કો-3 હાલમાં ચાલી રહ્યો છે અને પ્રારંભથી જ આ અભિયાન પ્રત્યે લોકો ઘણા ખેંચાઇ રહ્યાં છે અને તેને ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત થઇ છે.

પ્રથમ તબક્કાનો પ્રારંભ 3 મે 2021ના રોજ થયો હતો, જેમાં ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી NCC નિદેશાલયના પ્રત્યેક કેડેટ મોબાઇલ ફોનના માધ્યમથી તેમના સેંકડો સંબંધીઓ અને મિત્રો તેમજ પરિચિતો સાથે જોડાયા હતા અને કોવિડ અંગે યોગ્ય વર્તણૂક વિશે તેમનામાં જાગૃતિ સંદેશાઓ ફેલાવ્યા હતા અને રસીકરણનું મહત્વ તેમને સમજાવ્યું હતું. સાથે સાથે માણસથી માણસના સ્પર્શ સાથે તેમનું મનોબળ વધાર્યું હતું અને ભાવનાત્મક સહકાર આપ્યો હતો. આ અભિયાનના ભાગરૂપે, NCC કેડેટ્સ એક ઊંડા ભાવનાત્મક જોડાણની પ્રક્રિયામાંથી પસાર થયા હતા જેમાં તેમણે પોતાના મોબાઇલ ફોનના સંવાદોના ટૂંકા વીડિયો બનાવ્યા હતા અને તેને સંબંધિત પોતાના કેટલાક અનુભવો પણ પોસ્ટ કર્યા હતા. અભિયાનના આ હિસ્સાને લોકો તરફથી પ્રચંડ પ્રતિભાવ મળ્યો હતો અને તેના કારણે કેડેટ્સ આ અભિયાનને વધુ આગળ વધારવા માટે ઘણા પ્રેરિત થયા હતા.

#EkMaiSauKeLiye અભિયાનના બીજા તબક્કામાં, ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી NCC નિદેશાલયના કેડેટ્સ તેમના મોબાઇલ ફોન દ્વારા વૃદ્ધાશ્રમોના વડીલો સાથે જોડાવાનું શરૂ કર્યું હતું. આ રીતે જોડાવાનો મૂળ ઉદ્દેશ વૃદ્ધાશ્રમના વડીલો પ્રત્યે ઊંડા પ્રેમ અને આદરની ભાવના અભિવ્યક્ત કરવાનો તેમજ તેમનો જુસ્સો વધારવાનો અને “અમે સંભાળ લઇએ છીએ” તેવી ભાવના તેમના પ્રત્યે વ્યક્ત કરવાનો હતો. એકંદરે આનો ઉદ્દેશ વૃદ્ધાશ્રમના વડીલો અને NCCના કેડેટ્સ એમ બંને પક્ષે સારો અહેસાસ કરાવવાનો હતો.

આ અભિયાનનો ત્રીજો તબક્કો 22 મે 2021ના રોજથી શરૂ થયો છે. આ તબક્કામાં, કેડેટ્સ ભારતીય સૈન્યના નિવૃત્ત કર્મચારીઓ અને શહીદોની વિધવાઓ જેમને આદરપૂર્વક વીરનારીઓ તરીકે ઓળખવામાં આવે છે, તેમની સાથે જોડાયા છે. એક તબક્કા પાછળ એકંદરે, આવા સમયમાં પણ અમે તેમના દ્વારા અને તેમના (વીરનારીઓના) પતિ દ્વારા રાષ્ટ્રને આપવામાં આવેલી સેવાને ભૂલ્યા નથી, તેવો સંદેશો તેમના સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે.

નીતી આયોગના CEO અને અધિકાર પ્રાપ્ત સમૂહ-3ના ચેરમેન શ્રી અમિતાભ કાંત (જેઓ પોતે પણ NCC કેડેટ છે)ની અધ્યક્ષતામાં તાજેતરમાં એક વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં તેમણે યોગદાન કવાયત અંતર્ગત NCC દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, અમુક એવા કેટલાક ચોક્કસ ક્ષેત્રો છે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમ કે, કોવિડના પ્રોટોકોલનું પાલન કરવાના સંદર્ભમાં નાગરિક સમુદાયને સહકાર વધારવા માટેની ઑનલાઇન પદ્ધતિઓના પગલાં વધુ સઘન કરવા, તેમજ વૃદ્ધાશ્રમોમાં વડીલોને શારીરિક અને માનસિક સહકાર આપવા માટે તેમના સુધી પહોંચવું.

ગુજરાત NCC નિદેશાલય ખૂબ ગૌરવ સાથે કહે છે કે, શ્રી અમિતાત કાંતે જ્યારે આ જરૂરિયાત હોવાનું જણાવ્યું ત્યારે ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીમાં આ કામ પહેલાંથી જ ચાલી રહ્યું છે.

NCC કેડેટ્સમાં ખૂબ જ ઉત્સાહ છે અને તેના કારણે, મોટાપાયે સમાજ સાથે જોડાવાના નવતર અને સમૃદ્ધ વિચારો લાવવા અને કોવિડ અંગે યોગ્ય વર્તણૂકનું મહત્વ સમજાવતા સોશિયલ મેસેજનો ફેલાવો કરવો, લોકોને રસીકરણનું મહત્વ સમજાવવું અને તેમાં પોતાના અનુભવો જણાવવા, સાથે સાથે માણસથી માણસના સ્પર્શ સાથે લોકો સાથે જોડાવું વગેરે પ્રવૃત્તિઓ ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી NCC નિદેશાલયના કેડેટ્સમાં એકધારી ચાલતી રહેશે. આ અભિયાન માટે ચોથો, પાંચમો અને છઠ્ઠો તબક્કો પહેલાંથી જ નક્કી થઇ ગયા છે અને તે પછીના તબક્કાઓ માટેના વિચારો આપવામાં આવ્યા છે જેનો મૂળ ઉદ્દેશ #EkMaiSauKeLiye અભિયાન ચાલુ રાખીને, સમાજ સેવા અને સામુદાયિક વિકાસ પ્રત્યે એક જવાબદાર નાગરિક તરીકે આપણી જવાબદારીઓ પૂરી કરવાનો છે.