ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌશર્વધન વિભાગના રાજય મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાયેલી બેઠકમાં સને ૨૦૨૦-૨૧ ના વર્ષ માટે ગુજરાત પેટર્ન યોજના હેઠળ કુલ રૂપિયા ૨૪૪૬.૩૨/- લાખના ખર્ચના ૧૩૫૫ જેટલા વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં ૪૦૭૭ લાભાર્થીઓ આવરી લેવાયા છે.
જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષપદે યોજાયેલી આજની આ બેઠકમાં જિલ્લામાં પાક કૃષિ વ્યવસ્થા, પાક કૃષિ વ્યવસ્થા (બાગાયત), ભૂમી અને જળસંરક્ષણ, પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્યોધ્યોગ, વન વિકાસ, સહકાર, ગ્રામ વિકાસ, નાની સિંચાઇ, વિસ્તાર વિકાસ, વિજળીકરણ, ગ્રામ અને લઘુઉદ્યોગ, રસ્તા અને પુલો, નાગરિક પુરવઠો, સામાન્ય શિક્ષણ, તાંત્રિક શિક્ષણ, તબીબી અને જાહેર આરોગ્ય, પાણી પુરવઠા અંગે મૂડી ખર્ચ, પછાત વર્ગોનું કલ્યાણ, શ્રમ અને રોજગાર, પોષણ અને મધ્યાહન ભોજન યોજના વગેરે જેવા સદર હેઠળ જિલ્લામાં કુલ રૂા. ૨૪૪૬.૩૨/- લાખના ખર્ચના મંજુર થયેલા કુલ ૧૩૫૫ જેટલા વિકાસ કામોની તાલુકાવાર વિગતોમાં નાંદોદમાં રૂા.૬૧૩.૩૫/- લાખના ખર્ચે ૩૪૭ કામો, ગરૂડેશ્વરમાં રૂા. ૩૯૧.૦૩/- લાખના ખર્ચે ૨૧૧ વિકાસકામો, દેડીયાપાડામાં રૂા.૭૦૮.૭૫/- લાખના ખર્ચે ૩૯૯ વિકાસકામો, સાગબારામાં રૂા. ૪૬૪.૩૫/- લાખના ખર્ચે ૨૪૧ વિકાસકામો અને તિલકવાડા તાલુકામાં રૂા. ૨૬૮.૮૪/- લાખના ખર્ચે ૧૫૭ જેટલા વિકાસ કામોની મંજૂરીનો સમાવેશ થાય છે.
તસવીર :જ્યોતિ જગતાપ રાજપીપલા