*જામનગરના દિગ્વિજય પ્લોટ 58 માંથી વિદેશી દારૂની 18 બોટલો ઝડપી પડતી દિગ્વિજય પ્લોટ ચોકી પોલીસ*
જામનગર: શહેરના દિગ્વિજય પ્લોટની પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ જે એમ જાડેજા તથા કલ્પેશ ભાઇ અંઘારાને મળેલ ચોક્કસ બાતમીના આધારે દિગ્વિજય પ્લોટ 58 માંથી 18 જેટલી વિદેશી દારૂની બોટલ પકડી પાડેલ છે આ દારૂના મુદ્દામલનો આરોપી ગૌતમ ઉફૈ ભીખો ડોડો ફરાર થઈ ગયેલ છે. જામનગર દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકીના કામગીરી કરનાર પીએસઆઇ આઇ આઈ નોઈડા તથા લાલજીભાઈ જાદવ, જીતેશભાઇ આહીર જયેશ ભાઈ શૈલેષદાન ગઢવી દ્વારા દારૂની બોટલ ઝડપી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.