પોઝિટિવ દર્દીઓ માટે કોવીડ માટે જગ્યા નથી !

ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ હાથ ઊંચા કર્યા.

પોઝિટિવ દર્દીઓ માટે કોવીડ માટે જગ્યા નથી !

રાજપીપળા હોસ્પિટલમાં એક સાથે 13 કોરોના દર્દીઓના સારવાર દરમિયાન મોત બાદ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા વાળા તમામ બેડ ફૂલ.

ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓએ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં પોતાના જોખમે દાખલ થવું પડશે એવું બોર્ડ મારતું તંત્ર.

સામાન્ય ગરીબ દર્દી ક્યાં જશે ?આવા દર્દીઓને મરવા છોડી દેતું નર્મદા આરોગ્ય તંત્ર.

રાજપીપળા,તા. 28

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે આઘાતજનક સમાચાર છે.હવે રાજપીપળા કોલેજ હોસ્પિટલમાં ઓક્સિજન વાળા બેડ હાઉસફુલ હોવાથી પોઝિટિવ દર્દીઓ માટે કોવિડ માટે જગ્યા નથી. કારણ તંત્રએ બહાર નો એન્ટ્રી બોર્ડ મારી દીધું છે.રાજપીપળા કોવિડ હોસ્પિટલની બહાર એક બોર્ડ પર એવું લખાણ લખ્યું કે કે હાલ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા વાળા બેડ ફૂલ હોવાથી ઓક્સિજનની જરૂરિયાત વાળા પેસેન્ટને એડમિટ કરવામાં આવશે નહિ.જો પેસેન્ટને એડમિટ થવું જ હોય તો ઓક્સિજન વગરના બેડ પર પેશન્ટની જવાબદારી પર એડમિટ કરાશે.જો પેશન્ટને કઈ પણ થાય તો એની સંપૂર્ણ જવાબદારી પેસેન્ટ અને એના સગાની રહેશે હોસ્પિટલની કોઈ જ જવાબદારી રહેશે નહીં. આવા લખાણ કરી આરોગ્ય તંત્રએ હાથ ઊંચા કરી દીધા છે. ત્યારે કોવિડના દર્દીઓ ક્યાં જશે તે દર્દીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. ગઈકાલે એક જ દિવસમાં 12 કોવિડ માં અને ખાનગી હોસ્પિટલમાં 1 એમ કુલ 13 ના મોતો થયા છે . આજે બપોરનાત્રણ વાગ્યા સુધીમાં વધુ પાંચ ના મોત થયા છે.ત્યારે કોવિડ હોસ્પિટલની સત્તાવાળાઓએ ઇમર્જન્સી દર્દીઓનો જાણ બચાવવાનો પ્રયત્ન કરવાને બદલે હાથ ઊંચા કરી દેતા આરોગ્યતંત્રની નફ્ફટાઈ સામે પ્રજામાં ભારે રોષ ફેલાયો છે.તંત્રે વધુ બેડ,વધુ વેન્ટિલેટર,પૂરતા ઓક્સિજન આપવાની સરકારની ડાહીડમરી વાતો હવામાં ગળી ગઈ છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને જો અચાનક ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તો હવે એમણે ક્યાં જવું ?હાલ દેડીયાપાડા અને સાગબારા જેવા અંતરિયાળ વિસ્તારમાં કોરોનાનો કેહેર અને મૃત્યુ આંક પણ વધ્યો છે.વડોદરા, અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં પણ બહારના જિલ્લાના દર્દીઓ માટે બેડ ખાલી નથી.
ત્યારે નર્મદા જિલ્લાની ગરીબ પ્રજાની એક માત્ર આશા રાજપીપળા કોવિડ હોસ્પિટલ પર રાખી બેઠી છે.તો નર્મદા જિલ્લાના બેદરકાર અને નબળા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઓક્સીજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે રીતસરના હાથ ઊંચા કરી દેતા લોકોમાં તંત્ર સામે શરમ શરમ ના પોકારો ઉઠી રહ્યા છે .

રિપોર્ટ: જ્યોતિ જગતાપ , રાજપીપળા