એકને ખોળ તો બીજાને ગોળ જેવી AMC ની નીતિ,
AMC સંચાલિત હોસ્પિટલમાં દર્દીને એડમિટ કરવા માટે AMC માં ચાલે છે સગાવાદ,
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નિયમો બનાવવામાં આવે છે તે નિયમો ફક્ત સામાન્ય અને ગરીબ પ્રજા માટે જ હોય છે તે ફરી એકવાર AMC એ સાબિત કરી નાખ્યું છે..23 એપ્રિલ સુધી AMC સંચાલિત હોસ્પિટલમાં 108 દ્વારા લાવવામાં આવેલા દર્દીઓને જ એડમિટ કરવામાં આવતા હતા જેને કારણે અનેક દર્દીઓ રઝળપાટ કરતા જોવા મળ્યા હતા..પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શારદાબેન હોસ્પિટલમાં 20મી એપ્રિલે એક દર્દીને 108માં ન આવ્યા હોવાછતાં સીધા જ હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા હતા..તે પણ હોસ્પિટલના RMO ના કહેવાથી..જો કે RMO ના આ નિર્ણય નો હોસ્પિટલ સ્ટાફે વિરોધ પણ કર્યો હતો અને RMO ને કહ્યું પણ હતું કે આ પગલાંથી વિવાદ થઈ શકે છે પણ સગાંવહાલાં ને સારવાર આપવા માટે RMO એ તમામ નિયમો નેવે મૂકીને હોસ્પિટલ સ્ટાફનું પણ ના સાંભળ્યું અને 60 વર્ષના એક વડીલને હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં એડમિટ કરાવી દીધા..
જો કે હોસ્પિટલના સ્ટાફને આ બાબત અયોગ્ય લાગતા હોસ્પિટલ દ્વારા દર્દીઓના એડમિટ અને ડિસ્ચાર્જ માટે મેઇન્ટેઇન કરવામાં આવતા રજીસ્ટરમાં દર્દીના નામની એન્ટ્રી કરી દીધી..અને તેની સામે લખી દીધું કે આ દર્દીને RMO નાયક સર ના કહેવાથી 108માં ન આવ્યા હોવા છતાં એડમિટ કરવામાં આવ્યા છે..જે કેસબારીમાં ફરજ બજાવતા દિનેશભાઇ પંડયા ના બનેવી છે..
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા થોડા દિવસો પહેલા જ આ નિયમ બનાવવામાં આવ્યો હતો કે 108 સિવાય ખાનગી વાહનમાં દર્દી આવે તો તેને amcની હોસ્પિટલમાં એડમિટ કરવા નહિ..અને આ નિયમને લઈને જ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી પણ કાઢી હતી જો કે ત્યારબાદ આ નિર્ણયને બદલી દેવામાં આવ્યો..પણ જ્યાં સુધી આ નિયમ હતો ત્યાં સુધી તે નિયમ ફક્ત સામાન્ય અને ગરીબ પ્રજા માટે જ હતો..આ મહામારીમાં AMC ના અધિકારીઓએ પુરી નિષ્ઠા થી કામ કરવું જોઈએ ના કે સગાવાદ ચલાવીને..