આ રોમાંચક રેસિપિ સાથે તમારા પિતાને ફાધર્સ-ડેની શુભેચ્છા પાઠવો.

કોઈપણ આ હકીકતને નકારી શકે નહીં કે પિતા આપણા રિયલ લાઇફના સુપરહીરો છે જે હંમેશાં આપણા ઉપર તેમના બિનશરતી પ્રેમનો વરસાદ કરતા રહે છે. 21મી જૂનને આ વર્ષે વિશેષ દિવસ તરીકે ચિહ્નિત કરતા, તમારા પિતાની મનપસંદ વાનગી કેલિફોર્નિયા અખરોટ ઉમેરીને તૈયાર કરો છે અને તેઓ જે પ્રેમના હકદાર છે તે આપો.
અખરોટ એ એકમાત્ર એવું ટ્રી-નટ છે જેમાં પ્લાન્ટ આધારિત ઓમેગા -3 ફેટી એસિડ નોંધપાત્ર રીતે વધારે છે અને તેમાં વિટામિન, પોષક તત્વો અને પ્રોટીન પણ ભરપુર હોય છે. તે એક સંપૂર્ણ પોષણ પાવરહાઉસ છે જે સામાન્ય કોલેસ્ટ્રોલનું સ્તર જાળવવામાં મદદ કરી શકે છે અને હૃદયના રોગોથી બચાવવામાં પણ મદદ કરી શકે છે. દરરોજ ફક્ત એક મુઠ્ઠીભર (28 ગ્રામ) કેલિફોર્નિયા અખરોટ આવતીકાલે તમારા પિતાને સ્વસ્થ બનાવવામાં મદદ કરી શકે છે.
સવારનો નાસ્તો, બપોરનું ભોજન અથવા સાંજનું ભોજન; એવી વાનગી બનાવો જે તમારા પિતાને સૌથી વધારે ગમે છે અને તમારા પ્રેમને સૌથી વધુ વ્યક્તિગત રીતે પ્રગટ કરો. આથી હવે તમે તમારી શેફની ટોપી માથા ઉપર મૂકો અને સેલિબ્રિટી શેફ સબ્યાસાચી ગોરાઇ દ્વારા તૈયાર કરેલા અમારા એક્સક્લુઝિવ ફાધર્સ-ડે મેનુમાંથી એક આશ્ચર્યજનક વાનગી તૈયાર કરો…

કોલિફોર્નિયા વોલનટ પર્મેસન ચિકન
વાનગીની સામગ્રીઓઃ-
વોલનટ કસ્ટર્ડ ચિકન
2 કપર બટકમિલ્ક
2 ઇંડા, સારી રીતે ફિણેલા
2 ચમચી આખા ઘઉં, ડિજોન મસ્ટર્ડ
1 ચમચી દાણદાર મીઠું
1 ચમચી કાળા મરી
1 ચમચી સ્મોક્ડ પેપરિકા
700 ગ્રામ બોનલેસ, સ્કિનલેસ ચિકન બ્રેસ્ટ
1 1/2 કપ ઝીણા કાપેલા કેલિફોર્નિયા અખરોટ
1 1/2 કપ બ્રેડક્રુમ્બ્સ
6 ચમચી છિણેલુ પરમેસન ચીઝ
2 1/4 ચમચી સુકાં ઇટાલિયન હર્બસ
ઓલિવ ઓઇલ અથવા ઓલિવ ઓઇલ કુકિંગ સ્પ્રે
1 ½ કપ સારી ક્વોલિટીનો પાસ્તા સોશ
ગરમ રાંધેલા પાસ્તા, તાજું છિણેલુ પરમેસન ચીફ અને કાપેલા બાસિલ (વૈકલ્પિક)

વાનગી બનાવવાની રીતઃ-
1. એક મોટા બાઉલમાં બટરમિલ્ક, ઇંડા, મીઠું, કાળા મરી, પેપરિકા નાંખીને બરાબર હલાવો. ચિકનને નાના- પાતળા ટુકડાંઓમાં કાપો અને આ બટરમિલ્કના મિશ્રણમાં નાંખો, તેને એક કલાક સુધી ફ્રિજમાં ઠુંડ થવા દો.
2. એક મીડિયમ સાઇઝના બાઉલમાં અખરોટ, બ્રેડક્રમ્સમાં, ચીઝ, હર્બ્સ, મીઠું અને મરી નાંખીને મિક્સ કરો.
3. ઓવનને 220° સેલ્શિયસ ડિગ્રી સુધી ગરમ કરો અને એક મોટી બેકિંગ શીટને પર્ચમેન્ટ પેપર દ્વારા પેક કરો. હવે બટરમિલ્કમાંથી ચિકનને બહાર કાઢો અને બાઉલની બહારની બાજુ તરફ ખેંચીને વધારાનું પ્રવાહી કાઢી દો. હવે તેની પર અખરોટનું મિશ્રણ છાંટો, તેને બંને બાજુથી કોટ કરો. હવે તેને 15 મિનિટ સુધી રહેવા દો.
4. હવે તેને બેકિંગ શીટ ઉપર મૂકો અને ઓલિવ ઓઇલ અથવા ઓલિવ ઓઇલ કુકિંગ સ્પ્રે થોડુંક છાંટો, 12થી 15 મિનિટ સુધી તેને પકાવવા દો અથવા જ્યાં સુધી તે કડક અને બ્રાઉન ન થઇ જાય.
5. પરમેશન ચીઝ અને બેસિલ સાથે ગરમ રાંધેલા પાસ્તા સાથે તેને સર્વ કરો.

કેલિફોર્નિયા વોલનટ અને મશરુમ બર્ગર તેની સાથે કાકડી અને અખરોટનું સલાડ
વાનગીની સામગ્રીઓઃ-
બર્ગર માટેની સામગ્રીઓ:
250 ગ્રામ મશરૂમ, સારી રીતે ઝીણા કાપેલા
2 ચમચી ઓલિવ ઓઇલ
1 x 400 ગ્રામ બ્લેક બિન્સ, સુકાં
70 ગ્રામ કેલિફોર્નિયા અખરોટ, ઝીણી સમારેલી
1 કપ જીરું પાઉડર
1 કપ ધાણા પાઉડર
2 લસણની કળી, પીસેલી
4 ચમચી બ્રેડ ક્રમ્બ્સ
મીઠું અને કાળા મરી
170 ગ્રામ ગ્રીક યોગહર્ટ
લીંબુનો રસ

કાકડીના સલાડ માટે:-
150 ગ્રામ કાકડી, પાતળી કાપેલી
35 ગ્રામ કેલિફોર્નિયા અખરોટ, શેકેલી અને બરાબર કાપેલા
1 ચમચી લીંબુનો રસ
1 ચમચી તાજી કાપેલી સુવાની ભાજી
વોલનટ ઓઇલ
4 બન તમારી મનપસંદ કદના
વાનગી બનાવવાની રીત:-
1. એક મીડિયમ કદના નોન-સ્ટીક પેનમાં એક ચમચી તેલ નાંખીને તેમાં મશરૂમ નાંખો. એક ચપટી મીઠું નાંખો અને ત્યાં સુધી મધ્યમ તાપ પર સાંતળો, જ્યાં સુધી તે એકદમ બદામી થઇ જાય.
2. રાંધેલા મશરૂમ્સ, બ્લેક બિન્સ, કેલિફોર્નિયાના અખરોટ, જીરું, ધાણા, લસણની કળીને વાટીને બનાવેલી પેસ્ટ અને બ્રેડક્રમ્સને મિક્સ કરવા માટે બાઉલમાં ઉમેરો. તેન બહુ જ હળવા હાથે મિક્સ કરો અને એક લોટ જેવું તૈયાર કરો, પછી મિશ્રણને ચાર ગોળ પેટીસનો આકાર આપો.
3. બાકી વધેલા દહીં સાથે વધેલી લસણની કળીઓ અને લીંબુનો રસ, મીઠું અને મરી બધું નાંખીને મિક્સ કરો, હવે તેને એક બાજુ મૂકી દો.
4. છેલ્લે અખરોટનું તેલ ઉમેરીને કાકડીના સલાડના ટુકડા ઉમેરો.
5. બાકી વધેલા તેલને ફ્રાઇંગ પેનમાં નાંખો જેનો તમે પહેલાં ઉપયોગ કરી રહ્યાં છો અને બર્ગર પેટિસને બંને બાજુથી 2-3 મિનિટ સુધી ફ્રાય કરો
6. બન્સને થોડું ગરમ કરો અને તેની ઉપર દહીંનું મિશ્રણ ફેલાવો, પછી બર્ગર પર પેટિસ મૂકો, ત્યારબાદ કાકડીના સલાડ સાથે તેને પીરસો.
કેલિફોર્નિયા વોલનટ આઇસક્રીમ વિથ કારામેલ સોશ

વાનગી બનાવવાની સામગ્રીઓઃ-
125 ગ્રામ કેલિફોર્નિયા અખરોટના ટુકડાં
600 મીલીલિટર ડબલ ક્રિમ
400 મીલીલિટર ઘટ્ટ દૂધ
2 ચમચી વેનિલા પેસ્ટ
6 મીડિયમ ઇંડાની જરદી
100 ગ્રામ ખાંડનું બૂરું
200 ગ્રામ સોલ્ટેડ કારામેલ સોશ
વાનગી બનાવવાની રીતઃ-
1. ઓવનને 200° ડિગ્રી સેલ્શિયસ સુધી ગરમ કરો, ગેસ માર્ક 6.
2. કેલિફોર્નિયા અખરોટને બેકિંગ ટ્રેમાં મૂકો અને 5થી 6 મિનિટ સુધી શેકો, તેને ઠંડાં થવા દો.
3. આ દરમિયાન, મોટા ઉંડા તપેસામાં ક્રીમ, દૂધ અને વેનીલા મૂકો અને થોડુંક ઉકળો.
4. મોટા બાઉલમાં ઇંડાની જરદી અને સુગરને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તે ઘટ્ટ ન થઇ જાય. આ મિશ્રણને ધીમે ધીમે ગરમ દૂધમાં બરાબર મિક્સ થાય ત્યાં સુધી રેડવું અને ફરી તેને ગરમ કરવા માટે સોસ નાંખો
5. કસ્ટર્ડ મિશ્રણને મધ્યમ-ઓછા તાપે તૈયાર કરો, સતત તેને 8થી 10 મીનીટ સુધી ધીમા તાપે ગરમ કરો જ્યા સુધી તે થોડું ઘટ્ટ થાય. ગેસ ઉપરથી તેને નીચે ઉતારીને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
6. 25 ગ્રામ શેકેલા કેલિફોર્નિયાના અખરોટને અને કારામેલ સોશમાં મિક્સ કરો અને તેને એક બાજુ મૂકી દો. બાકીના અખરોટનો અડધો ભાગ નાના ફૂડ પ્રોસેસર અને બ્લિટ્ઝમાં પાઉડર ન થાય ત્યાં સુધી પીસો, થોડુંક બાજુમાં કાઢી લો અને બંનેને ઠંડા કસ્ટર્ડ મિશ્રણમાં મિક્સ કરો.
7. એક ફ્રીઝર પ્રૂફ કન્ટેઇનરમાં સ્થાનાંતરિત કરો અને 1 કલાક માટે રહેવા દો. તેને ચમચી વડે ફરીથી બરાબર મિક્સ કરો અને એક કલાક સુધી તેને ફરી ફ્રિજમાં મૂકો અથવા જ્યાં સુધી તે બરાબર જામી ન જાય.
8. કારામેલ સોશને ગરમ કરો અને આઇસક્રીમ સાથે સર્વ કરો.

** કુકિંગ ટિપ
સહેજ નરમ થવા માટે તમારે 15-20 મિનિટ પહેલાં ફ્રીઝરમાંથી આઈસ્ક્રીમને બહાર કાઢવાની જરૂર પડી શકે છે. ઝડપ માટે આઇસક્રીમ મેક્સમાં મૂકવાનો પ્રયાસ કરો.