રાજપીપલા ભૂગર્ભ ગટર યોજના ખોરંભે પડી.
ઈજારદાર અધરૂ કામ છોડીને જતા રહયા બાદ બીજી એજન્સીએ પણ હાથ ઊંચા કર્યા. કોન્ટ્રક્ટરો કોઈ ને ગાંઠતા નથી.
નગરમાં હાલ ઠેરઠેર માટીના ઢગલાઓ તથા ખોદકામ કરેલ ખાડાઓ.
શહેરીજનો પરેશાન થતા સાંસદ ગિન્નાયા.
રાજપીપલા નગરપાલિકા ભુગર્ભ ગટર યોજનાની કામગીરી ઝડપથી તથા ગુણવતાસભર થાય તે માટે સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી ધ્યાન દોર્યું.
રાજપીપલા, તા.28
રાજપીપલા નગરપાલિકા ભુગર્ભ ગટર યોજનાની કામગીરી ઝડપથી તથા ગુણવતાસભર થાય તે માટે સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી ધ્યાન દોર્યું છે.
પત્રમાં જણાવ્યું છે કે રાજપીપલા નગરપાલીકા ખાતે ભુગર્ભ ગટર યોજનાની કામગીરી હાલ અંત્યત મંદગતિએ ચાલી રહી છે.હાલ આ ભુગર્ભ ગટર યોજનાની કામગીરી હોળીના તહેવાર બાદ
તદન બંધ છે, નગરમાં હાલ ઠેરઠેર માટીના ઢગલાઓ તથા ખોદકામ કરેલ ખાડાઓ હોવાના કારણે શહેરીજનોને અવર-જવર કરવામાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, રાજપીપલા નગરમાં અગાઉ પણ ભુગર્ભ ગટર યોજનાના કામના અમુક કોમ્પોનેટસની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી, તેમજ અગાઉના ફેઝની કામગીરીમાં ઈજારદાર અધરૂ કામ છોડીને જતા રહયા હતા, જેથી ભુગર્ભ ગટર યોજના કાર્યાન્વિત ન થઈ શકેલ હતી,જેના કારણે રાજપીપલા શહેરના નગરજનોને આ ભુગર્ભ ગટર યોજનાનો લાભ મળ્યા ન હતા.જેના કારણે આ વિસ્તારના લોકોમાં ખુબ જ રોષ તથા અસંતોષની લાગણી
ઉદભવી રહી છે, તંત્ર દ્રારા એજેન્સી મે.એન.પી. પટેલ એડ કો.ઓ. અમદાવાદને વારંવાર આ કામ
ઝડપભેર તેમજ ગુણવતાસભરનું થાય તે માટે વારંવાર સુચના આપવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. તેથી મુખ્યમંત્રી લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે આ વિગતોને ધ્યાને લઈ પ્રજાલક્ષી આ કામો ઝડપથી અને ગુણવતાસભર રીતે પૂર્ણ થાય અને રાજપીપલાના નગરજનોને સમયસર આ યોજનાનો લાભ મળે તે માટે યોગ્ય ઘટતુ કરવા સાંસદને મુખ્યમન્ત્રી લેખિત ફરિયાદ કરતા ભૂગર્ભ ગટર યોજનાનું ભૂત ફરી એકવાર ધુણવા લાગ્યું છે.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા